GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાતના 42.5 ટકા ખેડૂતો દેવામાં

ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ 56568 રૂપિયાનું દેવું

કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયાં બની રહ્યાં છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતના માથે 50 હજાર કરતા વધુનું દેવું થઇ ગયું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ 56568 રૂપિયાનું દેવું છે. ગુજરાતના 42.5 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલાં છે. ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4318 રૂપિયા મળે છે જ્યારે કૂલ આવક 12631 રૂપિયા નોંધાઇ છે.
રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઇ છે પરંતુ હકીકત એવી છે કે ખેડૂતોની આવક કરતાં જાવકનો આંકડો મોટો છે. દેવાદાર બનેલાં ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય વ્યવસાયમાં પરિવર્તિત થઇ રહ્યાં છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં 38.97 લાખ ખેડૂતોએ 96963 કરોડ રૂપિયાની લોન લીધી છે.

Back to top button
error: Content is protected !!