Rajkot: રાજકોટ જિલ્લામાં ૧૬ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે
તા.૧૩/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મતદારો મતદાન કરી પોતાની ફરજ નિભાવવા અનુરોધ
Rajkot: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧ જાન્યુઆરીથી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકવામા આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર- નવાગઢ, ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીનુ મતદાન તા.૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે.
ઉપરાંત ઉપલેટા ૦૪, ડુમીયાણી ૧૩- પાનેલી મોટી -૧, જસદણની ૧-આંબરડી,૫ ભાડલા, જેતપુરની ૧૫- પીઠડીયા, ગોંડલની ૨૦- સુલતાનપુર તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી પણ તા.૧૬ ફેબ્રુઆરી ના રોજ યોજાશે.
તા.૧૬ ફેબ્રુઆરીએ મતદાનના દિવસે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે.
તા.૧૮ ફેબ્રુઆરી મત ગણતરીની હાથ ધરાશે. આ ઉપરાંત મતદારો નોટાનો ઉપયોગ પણ કરી શકાશે, મતદાનના દિવસે ભાઈઓ, બહેનો, યુવાનો, દિવ્યાંગ મતદારો, વરિષ્ઠ મતદારો સહિત તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ જિલ્લાના નોડલ અધિકારીએ કરી છે. મતદાનના દિવસે શ્રમિકો, કામદારો, કર્મચારીઓને મતદાન કરવા ત્રણ કલાકની રજા જે તે સંસ્થાઓ, કંપનીઓ દ્રારા આપવામાં આવશે. દરેક મતદાર મતદાન કરી પોતાની ફરજ અદા કરે તે ઇચ્છનીય છે.