Navsari: નાગરિકોને ધ્વજ સાથે સેલ્ફી અને હેશટેગ #HarGharTirangaOnceAgain લખી ફોટો અપલોડ કરવા અનુરોધ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરૂ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ રાજ્યની પસંદગી કરી પોતાની સેલ્ફી ફોટો અપલોડ કરવાની રહેશે . જે બાદ વર્ચ્યુઅલ #HarGharTirangaOnceAgain અપલોડ કરેલ ફોટા પર દેખાશે , ફોટો અપલોડ કર્યા બાદ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા બદલ સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકાશે .
આ અભિયાનમાં વધુમાં વધુ લોકોને ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવાનો અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે ત્યારે નવસારી જિલ્લાના નાગરિકો પણ આ અભિયાનમાં સહભાગી થાય અને પોતે પણ આ અભિયાનનો ભાગ બને અને અન્ય લોકોને પણ જોડે.



