
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે શ્વાનનો આતંક, અનેક લોકોને બચકા ભરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા





રાજપારડી માં શ્વાન ના આતંકથી લોગો ભયભીત બન્યા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે શ્વાનએ આતંક મચાવ્યું છે, ત્રણ કરતાં વધુ શ્વાન દ્વારા રાજપારડી ગામના અલગ અલગ ફળિયામાં લોકો પર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા હતા અને 2 નાની બાળકીઓ, 3 વૃદ્ધિ મહિલા અને 8 પુરુષો સહિત 13 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેઓને તત્કાલ સારવાર અર્થે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, બાદમાં વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ આજરોજ સવારે પણ રસ્તા પરથી જતી એક મહિલાને રખડતા શ્વાન એ શિકાર બનાવી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી જેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ શ્વાન દ્વારા અન્ય પશુઓને પણ બચકા ભરી ઈજાઓ પહોંચાડી હોવાના અહેવાલ મળી રહ્યા છે
શ્વાન ના આતંકથી રાજપારડીના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે,



