GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે રાજયભરમાં શિબિરો યોજાઈ

ત્રીજા તબક્કામાં રાજ્યમાં 6 જિલ્લામાં શિબિરનું આયોજન કરાયું

રાજ્યમાં અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 6 જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્ર નગર, મોરબી અને મહેસાણામાં આજે ત્રીજા તબક્કા માટે શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છના ભુજમાં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન, ખાતે લીડ બેંક કચ્છ – બેંક ઓફ બરોડા દ્વારા આયોજીત શિબિરમાં નાગરિકોને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં રહેલા દાવો ન કરાયેલી થાપણો(Unclaimed Financial Assets) અંગે માહિતી આપવામાં આવી હતી.

આ શિબિરમાં મુખ્ય અતિથિ શ્રી દેવરાજભાઈ ગઢવી (ચેરમેન), કચ્છ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્ક-ભુજ, શ્રી લલિત કુમાર અદલખા, રિજનલ મેનેજર, બેંક ઓફ બરોડા- ભુજ ક્ષેત્ર, શ્રી દિનેશ કુમાર પરમાર, રિજનલ મેનેજર, ગુજરાત ગ્રામીણ બેન્ક – ભુજ, લીડ બેંક મેનેજર શ્રી મિતેશ ગામિત, બેન્ક ઓફ બરોડા, શ્રીમતી લતાબેન – એરિયા ડેવલપમેન્ટ મેનેજર – LIC રાજકોટ, શ્રી જ્ઞાનેશ્વર પ્રસાદ, રિજનલ મેનેજર, ભારતીય સ્ટેટ બેંક- ભુજ રિજીયન, શ્રી નિરજકુમાર સિંહ , જિલ્લા વિકાસ અધિકારી-નાબાર્ડ- કચ્છ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠામાં નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરનો શુભારંભ શ્રી એમ. જે. દવે, IAS, જિલ્લા વિકાસ અધિકારી , બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ શ્રી જગદીશ મહેરચંદાની, ઉપ મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા, શ્રી મનીષ ભદૌરિયા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બનાસકાંઠા રિજીયન, શ્રીમતી શર્મિલા શેરલા, જિલ્લા વિકાસ મેનેજર, નાબાર્ડ-બનાસકાંઠા તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોરબંદરના બિરલા હોલ, એમજી રોડ, ખાતે આયોજીત શિબિરનો શુભારંભ શ્રી યશવંતકુમાર સિંઘ, સહાયક મહાપ્રબંધક, ભારતીય સ્ટેટ બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. શ્રી અનુરાગ બજાજ, શાખા પ્રબંધક, બેંક ઓફ બરોડા, મેઇન શાખા, શ્રીમતી શીતલ શ્રીવાસ્તવ, જિલ્લા વિકાસ મેનેજર, પોરબંદર તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.

શિબિર દરમ્યાન મંચસ્થ મહાનુભાવો દ્વારા 34 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 52.92 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા હતા.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રિજિયોનલ ઓફિસ ,સુરેન્દ્રનગર ખાતે આયોજીત શિબિરમાં મુખ્ય અતિથિ શ્રી મેહુલ ભરવાડ (SDM) સહિત શ્રી મિથિલેશકુમાર,(DGM), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ ક્ષેત્ર, શ્રી સુભાષ કુમાર ઝા (RM), ભારતીય સ્ટેટ બેંક- સુરેન્દ્રનગર ક્ષેત્ર, શ્રી મારુતી રંજન તિવારી (RM) ગુજરાત ગ્રામીણ બેન્ક તથા શ્રી રવી રંજન (RM) બેન્ક ઓફ બરોડા સુરેન્દ્રનગર ક્ષેત્ર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન 27 દાવેદારોને 16.09 લાખના દાવાઓના સર્ટિફિકેટ મંચસ્થ મહાનુભાઓના હાથે એનાયત કરવામાં આવ્યા હતા.

સ્વામિનારાયણ સંસ્કારધામ જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે પણ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 19 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 24.05 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા

આ શિબિરનો શુભારંભ શ્રી વીણા શાહ, ઉપ મહાપ્રબંધક અને હેડ SLBC, બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યો હતો. શિબિરમાં શ્રી મોહન ક્રુષ્ણ, ઉપ મહાપ્રબંધક, ક્ષેત્રિય પ્રબંધક- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, શ્રી ધીરજ મહારોત્રા, ઉપ ક્ષેત્રિય પ્રબંધક, બેંક ઓફ બરોડા સુરેન્દ્રનગર ક્ષેત્ર, શ્રી આદિત્ય નિકમ, જિલ્લા વિકાસ મેનેજર, નાબાર્ડ-મોરબી તથા અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આત્મારામ કાકા ફીઝીયોથેરાપી હોલ મહેસાણા ખાતે લીડ બેંક મહેસાણા – બેંક ઓફ બરોડા દ્વારા આયોજિત શિબિરમાં મુખ્ય અતિથિ શ્રી હરિભાઈ પટેલ, સાંસદશ્રી લોકસભા સાથે શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય મહેસાણા, શ્રી રંજીત રંજન દાસ, ઉપમહાપ્રબંધક, બેંક ઓફ બરોડા- અંચલ કાર્યાલય અમદાવાદ,  શ્રી એન.જે.જોશી ક્ષેત્રીય પ્રબંધક ભારતીય સ્ટેટ બેંક- મહેસાણા ક્ષેત્ર, શ્રી રાજન પ્રસાદ ક્ષેત્રીય પ્રબંધક ગુજરાત ગ્રામીણ બેંક – મહેસાણા ક્ષેત્ર, શ્રી રાજેશકુમાર સિંગ-ઉપ ક્ષેત્રીય પ્રબંધક, શ્રીમતી રોમા ધડુક પોલીસ ઈસ્પેકટર મહેસાણા, શ્રીમતી ગીતા જાગી નાબાર્ડ-મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા.

અહીં 44 દાવેદારોને 32.77  લાખના દાવાઓના સર્ટિફિકેટ મંચસ્થ મહાનુભાઓના હાથે એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ “આપકા પૈસા, આપકા અધિકાર” અભિયાનનો ભાગ છે, જે માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા 4 ઓક્ટોબર 2025 ના રોજ ગાંધીનગર, ગુજરાતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!