ડાંગમાં પીએમ કુસુમ યોજનાનાં નામ પર વચેટિયાઓએ ખેડૂતો પાસેથી પૈસાની ઉઘરાણી છતા ખેડૂતો લાભથી વંચિત..
MADAN VAISHNAVFebruary 13, 2025Last Updated: February 13, 2025
5 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લામાં મોટાભાગે ગરીબ આદિવાસી ખેડૂતો વસવાટ કરે છે.ત્યારે આ ખેડૂતો જંગલ વિસ્તારમાં પિયત ખેતી કરે છે.અને પગભર બને તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુષ્ણ યોજના હેઠળ સોલર રૂફટોપ આપવાની યોજના અમલમાં મુકેલ હોય,પરંતુ આ યોજનાનાં નામ પર વચેટિયાઓ દ્વારા ગરીબ અને અજ્ઞાન ખેડૂત પાસેથી ફોર્મ તથા એફડેવિટ કરવાનું કહી મોટા પાયે ઉઘરાણું કરવામાં આવી રહ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે.તેમજ આ ઉઘરાણા બાદ પણ ગરીબ ખેડૂતોને હજુ સુધી આ યોજનાનો લાભ મળેલ નથી.જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી સર્જાતી જોવા મળી રહી છે.આહવા તાલુકાનાં જાખાના,ધૂમખલ ,ચિચપાડા વિસ્તારમાં વર્ષ 2024- 25 અંતર્ગત ગલકુંડ વિસ્તારના એક ઈસમ દ્વારા જંગલ – જમીન ખેડતા ગરીબ આદિવાસી ખેડૂતોને સરકાર દ્વારા મફત સોલાર લાઈટ આપવાની યોજના હેઠળ લાભાર્થીએ હજાર રૂપિયા ફોર્મના અને પાંચસો રૂપિયા એફિડેવિટ કરવાના આપવાના એમ જણાવ્યુ હતુ.આ ઈસમ દ્વારા પીએમ કુસુમ યોજના હેઠળનાં લાભાર્થીઓને એફિડેવિટ અને ફોર્મ ભરવાના નામ પર વ્યક્તિ દીઠ 1500 રૂપિયાની ઉઘરાણી કરી હતી.આ ઈસમ દ્વારા અંદાજે દસેક આદિવાસી ખેડૂતો પાસેથી ઉઘરાણું કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે આ ઉઘરાણા કર્યા બાદ તમામ લાભાર્થીઓને યોજનાનો લાભ ઓનલાઇન ફોર્મ જમા થયે મળી જશે એમ જણાવી આ ઈસમ રફુચક્કર થઈ જવા પામેલ છે.જેના કારણે ગરીબ આદિવાસી ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. ધૂમખલ ગામે જંગલ જમીન ધારકો ખેડૂતોને પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ સોલર પેનલ મળવાની આશાએ ખેડૂતોએ ઉછીના નાણા કરી ફોર્મ તો ભર્યું પરંતુ વચેટિયાઓ ગરીબ ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોય તેવું જણાઈ રહ્યું છે.ફોર્મ ભર્યા ને 5 મહિના કરતાં વધુ સમય વીતવા છતાં યોજનાનો લાભ મળ્યો નથી,જેથી પ્રધાનમંત્રી કુસુમ યોજનાનાં નામે મોટુ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય તેવી શકયતા સેવાઈ રહી છે.આ સંદર્ભે સાપુતારા વીજ કંપનીનાં નાયબ કાર્યપાલક ઈજનેર એસ.એમ.પવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે,પ્રધાનમંત્રી કુસુમ યોજના જંગલ જમીન ધરાવતા ખેડૂતોને વિનામૂલ્ય સોલાર વીજ જોડાણ આપી પગભર કરવાની યોજના છે.જેમાં જે તે ખેડૂતે ઓનલાઇન ફોર્મ ભરી યોજના મેળવવી પડે છે.જો ખેડૂતોને કોઈ પૈસા લઈ ફોર્મ ભરી છેતરપિંડી કરાઈ હોય તો ખેડૂતો ફરિયાદ કરે તો તપાસ હાથ ધરવામાં આવશે..