હાલોલ રૂરલ પોલીસે સોનાવિટી ગામેથી રૂ.43.900 નો વિદેશી દારૂનાં જથ્થો ઝડપી પાડયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૨.૭.૨૦૨૪
હાલોલ રૂરલ પોલીસને મળેલ બાતમી ના આધારે હાલોલ તાલુકાના સોનાવિટી ગામેથી રુપિયા 43,900/-નો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો જોકે રેડ દરમ્યાન બુટલેગર ફરાર થઈ ગયો હોવાને લઇ પોલીસે તેની સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કર્યા હોવાનું જાણવા મળી આવ્યું છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથકનો સ્ટાફ તા.21 જુલાઈ રવિવારે તાજપુરા ખાતે બંદોબસ્ત માં હતો દરમ્યાન હાલોલ રૂરલ પોલીસ મથક ના પીઆઈ આર.એ.જાડેજા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના સોનાવિટી ગામે રહેતો લિસ્ટેડ બૂટલેગર સતિષ ઉર્ફે સતીયો અભેસિંગ પરમાર તેના ઘર નજીક રોડની સાઈડમાં ભારતીય બનાવટ નો વિદેશી દારુ નો જથ્થો ઉતારેલ છે અને તે સગેવગે કરવાની પેરવી માં છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ મથકની સર્વેલન્સ સ્કોવડના પોલીસ સ્ટાફે સોનાવિટી ગામે જઇ છાપો મારતા રોડની બાજુમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં અલગ અલગ બ્રાન્ડ ના કવાટરિયા તેમજ બિયર ટીન નંગ કુલ 433 બોટલ જેની કિંમત રૂ.43,900/- રૂ.નો જથ્થો મળી આવ્યો હતો જોકે રેડ દરમ્યાન સતિષ પરમાર હાજર ન મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી સતીશ ઉર્ફે સતિયો અભેસિંગ પરમાર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે પોલીસની રેડ ના સમાચાર વાયુવેગે ફેલાતા તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.






