GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો કરાવ્યો શુભારંભ

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સ્વર્ણિમ પાર્ક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

ગાંધીનગર તા.૩૧ ઓક્ટોબર – લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સ્વર્ણિમ પાર્ક ખાતે આવેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી ફલેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો શુભારંભ કરાવ્યો હતો.
આ દોડ સ્વર્ણિમ પાર્ક ખાતેથી મહાત્મા મંદિર, ટાઉનહોલ થઈ ફરી સ્વર્ણિમ પાર્ક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા.
એકતાની આ દોડમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ક્લેક્ટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન.વાઘેલા, એસ.પી.શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સહિત અન્ય મહાનુભાવો તથા પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના જવાનો, ડી.એલ.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી એકતા પર્વની ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!