
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો, શાળાઓમાં વિવિધ કાર્યક્રમ હેઠળ ઉજવણી
જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કાર્યક્રમમાં થયા સહભાગી,જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અરવલ્લી દ્વારા જિલ્લાની શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી
સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ‘હર ઘર તિરંગા અભિયાન’ દ્વારા થઈ રહી છે. દેશના નાગરિકો આ અભિયાન થકી પોતાનો દેશ પ્રેમ અને રાષ્ટ્રભક્તિ અલગ અલગ અંદાજમાં વ્યક્ત કરી રહ્યા છે.આવા જ એક આયોજન અંતર્ગત અરવલ્લી જિલ્લાની શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લી દ્વારા જિલ્લાની શાળાઓમાં ઉજવવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.વિધાર્થીઓએ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો.




