GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

એસ વી કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ એજ્યુકેશનમાં “E-portpholio Workshop  યોજાયો.

તારીખ 18/11/2025, મંગળવારના રોજ એસ. વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડીમાં PLACEMENT CELL અંતર્ગત તાલીમાર્થીઓ પોતાની કારકિર્દીના વિકાસ માટે પોતાની માહિતીને ડિજિટલ સ્વરૂપે રજૂ કરી શકે તે હેતુસર E-Portfolio વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં તજજ્ઞ તરીકે ડો. ગણપતભાઈ એસ. પટેલ (Associate Professor, A. G. Teachers College of Education) દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક સમજૂતી આપીને તાલીમાર્થીઓને ડિજિટલ પોર્ટફોલિયો તૈયાર કરવા માટે પ્રેરણા તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સેમેસ્ટર–1 અને સેમેસ્ટર–4 ના કુલ 150 વિદ્યાર્થીઓએ સહભાગીતા નોંધાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. ભાવિક એમ. શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપિકા ડો .સુરેખા બી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!