BHARUCHGUJARATJHAGADIYA

રાજપારડી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે અને ઉંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજ ખોરોથી બચવાં સેમીનાર યોજાયો

રાજપારડી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે અને ઉંચા વ્યાજે નાણાં ધીરતા વ્યાજ ખોરોથી બચવાં સેમીનાર યોજાયો

 

 

સેમિનારમાં સ્થાનિક બેંકોના અધિકારીઓ સહિત રાજપારડી પોલીસ મથકના પી.આઇ.એ લોકોને જાગૃત કર્યા

 

 

 

ભરૂચ જિલ્લા એસ.પી.ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આખા જિલ્લા ભરમાં પોલીસ દ્વારા લોકોને ઉંચા વ્યાજે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજ ખોરોથી બચવાં તમામ પોલીસ મથકોમાં સેમિનારો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાંછે તે અંતર્ગત ઝગડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથકમાં પણ એક સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં સ્થાનિક બેન્કના અધિકારીઓ સાથે પી.આઇ.એ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઉંચા વ્યાજદરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજ ખોરોથી સાવધ રેહવું જોઈએ, વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ, કોઈપણ વ્યાજે ધિરાણ કરનારાઓ કોઈપણ વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી શકે નહિ, ગેરકાયદેસર રીતે અને ખુબજ ઉંચા વ્યાજદરે નાણાનું ધિરાણ કરવું એ ગુનો બનેછે, જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઉભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવહછે,સ્થાનિક બેંકોના અધિકારીઓએ બેંકોમાંથી મળતી લોન તેમજ અન્ય બેંકના ગ્રાહકોને ઉપયોગી વિવિધ માહિતી આપી હતી આ ઉપરાંત પોલીસે ડીઝીટલ એરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરતા જણાવાયું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડીઝીટલ અરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ તેમજ કોઈપણ અજાણયી વ્યક્તિ તમોને ફોન કરીને એટીએમ કાર્ડ,ક્રેડિટ કાર્ડનો પિન,સીવીવી માંગે તો આપવો નહિ, તેમજ સોસીયલ મીડિયામાં આવતી અજાણયી એપીકે એપ ડાઉનલોડ કરવી નહિ,કોઈ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઇ કોઈને પેહલા નાણાં મોકલવા નહિ તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!