AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સાપુતારા સહીતનાં પંથકોમાં લાંબા સમયનાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો …

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા શાંત બનેલી નદીઓ ફરી એકવાર ધસમસતા પ્રવાહમાં વહેતી થઈ..પેટા:-ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને મોન્સૂન ફેસ્ટિવલને લઈને પ્રવાસીઓનો ભારે ઘસારો..

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ધાર ધીમી જોવા મળી હતી.જ્યારે અમુક પંથકો વરસાદ વિના કોરાકટ બન્યા હતા.તેવામાં શુક્રવારે ફરી એકવાર ડાંગ જિલ્લાના ગામડાઓમાં વરસાદનું જોર વધ્યુ છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે દિવસ દરમ્યાન વરસાદનું જોર વધતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ, આહવા,વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શુક્રવારે દિવસ દરમ્યાન થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા જાહેર માર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ડાંગી ખેડૂતો ડાંગરની રોપણીમાં મશગુલ બન્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદનું જોર વધતા કેટલાક દિવસથી શાંત મુદ્રામાં વહેતી નદીઓમાં અંબિકા,ગીરા,ખાપરી અને પૂર્ણા ફરી રોદ્ર સ્વરૂપમાં આવી બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ગિરિમથક સાપુતારા, ડોન હિલ રિસોર્ટ, પાંડવ ગુફા,શબરીધામ સહિત ગીરાધોધ વઘઇ અને ગીરમાળ ધોધ તેમજ નાના મોટા જળધોધનાં દ્રશ્યો આહલાદક બની જવા પામ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદની વચ્ચે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો મીનીકાશ્મીરની જેમ ભાસી ઉઠ્યા હતા.સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસીયા વાતાવરણનાં પગલે લો વિઝીબિલિટી થઈ જતા વાહનચાલકોને વાહનોની હેડલાઈટ અને સિગ્નલ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ગિરિમથક સાપુતારા વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલમાં આયોજીત મોન્સૂન એટલે મેઘ મલ્હાર પર્વને લઈને પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.ગિરિમથક સાપુતારા ખાતે શુક્રવારથી જ હોટલો અને હોમસ્ટે સહીત બંગલા અને રિસોર્ટમાં હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠતા ઠેર ઠેર બખા થઈ જવા પામ્યા છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 26 મિમી અર્થાત 1.04  ઈંચ, આહવા પંથકમાં 38 મિમી અર્થાત 1.52 ઈંચ, સુબિર પંથકમાં 34 મિમી અર્થાત 1.36 ઈંચ,જ્યારે સાપુતારા પંથકમાં 39 મિમી અર્થાત 1.56 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!