ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું 4 ચાર લાખ કરોડ ઉપરનું ઐતિહાસિક બજેટ

ગુજરાતના નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસને વેગ આપનારુ તથા ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વધુ સશક્ત બનાવવાના હેતુ માટે ગુજરાત સરકારના 2026 27 ના બજેટમાં રૂ 4,08,053 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રમોદીજીના વિકસિત ભારત 2047 ના વિઝનને સાકાર કરવાના પગલા દર્શાવતું ગુજરાત સરકારનું 2026 – 27 નું અત્યાર સુધીનું સૌથી વધુ રકમનું બજેટ જાહેર કરવા માટે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય ડો,મહેન્દ્રભાઈ પાડલીયા એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ને અભિનંદન પાઠવ્યા છે,
2035 માં ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.આ અમૃત આડો અમૃતકાળના સોનેરી અવસરે ગુજરાતની વિકાસયાત્રાને વેગ આપવાનો રોડ મેપ આ બજેટમાં જોવા મળે છે
ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “સૌના માટે ઘરનું ઘર” નો સંકલ્પ સિદ્ધ કરવા માટે ₹4,272 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
વાવણી થી વેચાણ સુધી ગુજરાત સરકાર ખેડૂતોની સાથે રહી 9 લાખ 50 હજારથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 18 હજાર કરોડથી વધુ રકમની મગફળી, મગ , અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલ છે, તે બતાવે છે કે ગુજરાતની સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પ્રતિબંધ છે ,તેના પ્રોત્સાહન માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન માટે એન્ડ હોલ્ડિંગ અને સર્ટિફિકેશન ને સહાય માટે આ બજેટમાં 39 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે ₹1,237 કરોડ, સૌની યોજના માટે 473 કરોડ તથા કચ્છની યોજના માટે 1,333 કરોડ એમ કુલ આ બજેટમાં 3,043 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના સંકલ્પો સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને આ બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સખીમંડળ, સ્વ સહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યા છે. તેની સહાય માટે બેંક લોન પર વ્યાજ અને પ્રોત્સાહક સહાય આપવા આ બજેટમાં 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત આજે ઔદ્યોગિક રાજ્યની સાથે ધાર્મિક અને આધુનિક પ્રવાસનનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. નાણામંત્રીશ્રીએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા અંતરરાષ્ટ્રીય પલક ફલક ઉપર પ્રસ્થાપિત કરવા વર્ષ 2026 ને
” ગુજરાત પ્રવાસન વર્ષ “તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં શરૂ કરાયેલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરવા નું આયોજન જાહેર કરેલ છે. ગુજરાતની સરકારે સોમનાથ જેવી પવિત્ર વિરાસતને વિકાસ સાથે જોડીને ” વિકાસભી, વિરાસતભી ” ના મંત્રને સાકાર કર્યો છે. આ બજેટમાં સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
શિક્ષણ વિભાગ માટે કુલ રુ 63,184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે . રાજ્યના દરેક વર્ગ ,ગરીબ, યુવા ,ખેડૂત તથા મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે નું ઐતિહાસિક બજેટ જાહેર કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવું છું.





