
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર…
ગુજરાત ભર માં SSC પરીણામ આજ જાહેર થયું છે ત્યારે વિધાર્થીઓ માં ખુશીનો માહોલ જોવા મળે છે,
ભાર વિના નું ભણતર એટલે સરસ્વતી વિદ્યા મંદિર….
વડનગર સરસ્વતી વિદ્યા મંદિરનું વડનગર તાલુકામાં કેન્દ્ર ખાતે પ્રથમ નંબરમાં સરસ્વતી વિદ્યા મંદિર વડનગર ખાતે ટોપ આવેલ છે, આ સ્કૂલ સતત બાળકોને મહેનત કરાવી ટોપ આવે તેવા પર્યન્ત સ્ટાફ દ્વારા કરવામાં આવે છે,
સરસ્વતી વિદ્યા મંદિરમાં પહેલો નંબર ઠાકોર નિખિલ પ્રવિણજી જેના ટકા છે 97.50 % છે ત્યારબાદ 2જા ક્રમે રાવળ જૈનમ પ્રકાશભાઈ તે વિધાર્થી ઉત્તણ થયો છે તેના ટકા
97.33 % અને 3 જા ક્રમે
પટેલ કાવ્યા રોનકભાઈ જે વિધાર્થીનીના ટકા
96.16 % ખૂબ સરસ જોવા મળે છે,
ભાર વિના નું ભણતર એટલે સરસ્વતી વિદ્યા મંદિર….
આ સ્કૂલમાં રમત ગમત સાથે અન્ય એક્ટિવિટી હોય છે અને ભણતર તો ખરું જ તેથી પરિણામ ઊંચું આવે છે તેવું વિધાર્થી જણાવી રહ્યા હતા..
શિક્ષક દ્રારા એવું જણાવવામાં આવ્યું કે ત્રિવેણી સંગમ ભેગું થાય તો જ પરિણામ સારું આવતું હોય છે એટલે કે ત્રિવેણી સંગમ એટલે કે વિધાર્થી,શિક્ષક,અને વાલી નો સંગમ હોય ત્યાં પરિણામ 100 ટકા સારું મળતું હોય છે..
આ પરિણામ સારું આવવા ના અંનુસધાને સ્કૂલ ના સ્ટાફ દ્રારા વિધાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તાલુકા લેવલે ટોપ પરિણામ આવવા બદલ..



