હિંમતનગરના માલીવાડા વિસ્તારમાંથી ગાંજા સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી પોલીસ
અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગરના માલીવાડા વિસ્તારમાંથી ગાંજા સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી પોલીસ
હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે. વિસ્તારમાં આવતા માલીવાડા માં અસામાજિક પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે
આ વિસ્તારમાં દિવસ અને રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં ન આવવાના કારણે અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે
આ વિસ્તારમાં સગીર અને યુવાનો ખુલ્લેઆમ જાહેરમાં નશા ની પડીકીઓ વેચી રહ્યા છે
ગામની વચ્ચોવચ ખુલ્લામાં જુગારીઓ જુગાર રમતા નજરે પડતા હોય છે
ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ નાઓએ જીલ્લમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ થતું અટકાવવા “SAY NO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સના પદાર્થોનું ખરીદ-વેચાણ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા ડી.સી.સાકરીયા, પો.ઇન્સ., એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓને સુચના કરવામાં આવેલ.જે સુચના અન્વયે તા.૨૨/૦૩/૨૦૨૫ ના રોજ આ.હે.કોન્સ. કિરીટસિંહ રજનીકાન્તસિંહ બ.નં-૩૯૫ એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે હિંમતનગર શહેરને અડીને આવેલ માલીવાડામાં ગામની વચ્ચોવચ આવેલ રાજુભાઈ જીવાભાઈ વણજારાના મકાનમાંથી ૨.૬૦૮ કિ.ગ્રામ જેની અંદાજિત કિંમત ચોવીસ હજાર રૂપિયા થાય છે તેમજ એક મોબાઇલ ફોન અને માલ તોલવા માટે નો કાંટો કબજે કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી કરવામાં. કુલ મુદ્દા માલ રૂપિયા ૨૬,૦૮૦ જપ્ત કરવામાં આવ્યો હતો અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ લગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે
અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગર શહેરને અડીને આવેલ માલીવાડા વિસ્તારમાં જુગાર ખુલ્લેઆમ રમાડવામાં આવે છે તેમજ નશાની સામગ્રી ખુલ્લેઆમ સગીરો અને યુવાનો દ્વારા પડીકીઓના રૂપમાં વેચવામાં આવી રહી છે આ વિસ્તારમાં સ્થાનિક બી ડિવિઝન પોલીસ દ્વારા જો પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તો આ પ્રવૃત્તિ અટકે તેમ છે આ વિસ્તારમાં ખુલ્લેઆમ જુગાર રમાડવામાં આવી રહ્યું છે અને કેટલીક જગ્યાએ જુગારીઓ જાહેર જગ્યા ઉપર ટોળા કરી જુગાર રમતા નજરે પડે છે માલીવાડા વિસ્તારમાં કબ્રસ્તાનને અડીને આવેલ ખુલ્લી જગ્યામાં રાત્રે કેટલાક યુવાનો પડીકી સ્વરૂપે મળતી નસાદ ની સામગ્રી સિગરેટમાં ભરી સિગરેટના ધુમાડા ઉડાડતા નજરે પડતા હોય છે પરંતુ પોલીસ પેટ્રોલિંગ ન હોવાના કારણે તેમજ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાના કારણે આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધી રહી છે આ જ વિસ્તારમાં કેટલાક યુવાનો ચોરીના રવાડે પણ ચડેલા હોવાની ચર્ચાઓ લોકમુકે ચર્ચાઈ રહી છે અગાઉ હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ વિસ્તારના કેટલાક યુવાનો જુગારમાં પણ પકડાયેલા છે તો કેટલાક ચોરીમાં પણ પકડાયેલા છે જો આ વિસ્તારમાં નાઈટ તેમજ દિવસે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તો આ વિસ્તારને અસામાજિક પ્રવૃત્તિમાંથી મુક્ત કરી શકાય તેમ છે
ખાસ રાત્રી દરમિયાન જો પોલીસ પેટ્રોલિંગ કરે તો અહીંયા ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર પડદો ઉઠે તેમ છે અને યુવાધનને નશા ના રવાડે ચડતા રોકી શકાય તેમ છે