
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પોલીસે જુગારધારા અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. વાગરા પોલીસે લીમડી ગામની નવીનગરીમાં આવેલ આરસીસી રોડ પર દરોડો પાડ્યો હતો. પોલીસે ખુલ્લી જગ્યામાં પત્તા-પાના રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ફુલતરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતી દરમિયાન રોકડા રૂ.6,600 અને દાવ પરના રૂ.3,500 મળી કુલ રૂ.10,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં ભીખાભાઈ માનસંગભાઈ રોહિત (રહે.પખાજણ), જયંતીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ (રહે.લીમડી), સંજય સોમાભાઈ રાઠોડ (રહે.લીમડી), નરેશ જયંતીભાઈ રાઠોડ (રહે.લીમડી), ભીખા ભાઇલાલ રાઠોડ (મૂળ રહે.રમણગામડી, વડોદરા) અને વિષ્ણુ જયંતીભાઈ રાઠોડ (રહે.લીમડી)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.



