ARAVALLIGUJARATMODASA

જીવણપુર ની એક હોટલ & ગેસ્ટહાઉસના સંચાલકની પત્નિની છેડતી અને કર્મચારીઓને માર માર્યો હોવાના આક્ષેપની પોલીસમાં કરેલ ફરિયાદની અરજી વાયરલ

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી ટીંટોઇ પોલીસનો ખૌફ?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી ટીંટોઇ પોલીસનો ખૌફ?

જીવણપુર ની એક હોટલ & ગેસ્ટહાઉસના સંચાલકની પત્નિની છેડતી અને કર્મચારીઓને માર માર્યો હોવાના આક્ષેપની પોલીસમાં કરેલ ફરિયાદની અરજી વાયરલ

 

મોડાસા: જીવણપુર પંથકની એક રેસ્ટોરેન્ટ અને હોટલ & ગેસ્ટ હાઉસમાં બનેલ ઘટનાની પોલીસમાં કરેલ અરજી સામે આવી છે.અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત તા-૨૩ ડિસેમ્બરની રાત્રીના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં કાર લઈને આવેલા બે અજાણ્યા શખ્સએ,હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવેશી હોટલ સ્ટાફને ટીંટોઈ પોલીસ સ્ટેશન માંથી આવીએ છીએ હોવાની ઓળખ આપી,હોટલ તેમજ ગેસ્ટ હાઉસનુ લાયસન્સ અને આધાર કાર્ડ બતાવવાનુ કહેત,હોટલ સ્ટાફ ના માણસોએ હોટલ અને ગેસ્ટહાઉસનું લાયસન્ય તેમજ તમામનુ આધારકાર્ડ બતાવ્યા હતું,ત્યાર બાદઆ બન્ને અજાણ્યા શખ્સે સ્ટાફ પાસે પૈસાની માંગણી કરી હતી. હોટલના માણસોએ પૈસા ન આપતા અજાણ્યા એક શખ્સે ગાડી માંથી પ્લાસ્ટીકનો પોલીસ દંડો લાવી દંડા વડે સ્ટાફના માણસોને માર માર્યો હોવાનું અને હોટલ સંચાલકની પત્ની સાથે પણ બીભત્સ વર્તન કરી છેડછાડ કરી ફરાર થઇ ગયા હોવાના આક્ષેપો સાથેની,મોડાસાના ટીંટોઇ પોલીસ સ્ટેશનના અધિકારીને સંબોધીને લખેલી એક વાયરલ અરજી સામે આવી છે.સવાલ અહીં એ કે 31 ડિસેમ્બર ને લઈ અરવલ્લી પોલીસ આટલી સતર્ક હોય અને સતર્કતા વચ્ચે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠે તો શું માનવું.અરવલ્લી જિલ્લા પોલીસવડાએ જો આવી ગંભીર ઘટના હોટલમાં બની હોય તો સત્યતા તપાસવા ઝીણવટભરી તપાસ કરવી જરૂરી છે.કારણકે અજન્યા શખ્સોએ પોલીસ હોવાની ઓળખ આપી હોય અને એક મહિલાની છેડતી કરી હોવાના આરોપ લગાવ્યો છે.

Back to top button
error: Content is protected !!