ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ને લઇ જિલ્લા કલેક્ટરની મેઘરજના ઢેકવા ગામે મુલાકાત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ને લઇ જિલ્લા કલેક્ટરની મેઘરજના ઢેકવા ગામે મુલાકાત

હાલ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ ને લઇ દોડ ધામ મચી છે જેમાં ભિલોડા અને મેઘરજ તાલુકામાં શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા અને બન્યે તાલુકાના ત્રણ લોકો ના મોત નીપજ્યા હતા જેને પગલે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું હતું અને અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ વાયરસ નો ફેલાવાઓ ના વધે તે માટે સાવચેતીના ભાગ રૂપે વિવિધ માહિતી આપી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું હતું જેમાં મેઘરજ તાલુકાના ઢેકવા ગામે ત્રણ વર્ષીય બાળકનું પણ શંકાસ્પદ વાયરસને લઇ મોત નીપજ્યું હતું જેને પગલે અરવલ્લી જિલ્લા કલેકટર સહીત, જિલ્લા વિકાસ અધિકારી,આરોગ્ય વિભાગના અધિકારી તેમજ મેઘરજ તાલુકા આરોગ્ય વિભાગ અધિકારી, આરોગ્ય કર્મચારીઓ મેઘરજ મામલતદાર સહીત અનેક લોકો એ ઢેકવા ગામે અસરગ્રસ્ત પરિવાર સાથે ચર્ચા કરી નિરીક્ષણ કર્યું હતું અને કલેક્ટર દ્વારા અધિકારીઓ ને જરૂરી સલાહ સૂચન પૂરું પાડ્યું હતું

Back to top button
error: Content is protected !!