GUJARATMODASA

અરવલ્લી : માલપુરમાં હેલોદર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય એ પોતાના ગામમાં જ 2 કરોડથી વધુના કામો કરી મસ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા 

એક જ પંચાયત ના અલગ અલગ યોજનાઓ માં કુલ 14 ચેકડેમ ની ગ્રાન્ટ ફાળવી સ્થળ ઉપર ફક્ત 4 જ ચેકડેમ કરી 10 ચેકડેમો ના ખોટા બિલો ઉપાડી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો 

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : માલપુરમાં હેલોદર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય એ પોતાના ગામમાં જ 2 કરોડથી વધુના કામો કરી મસ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા

એક જ પંચાયત ના અલગ અલગ યોજનાઓ માં કુલ 14 ચેકડેમ ની ગ્રાન્ટ ફાળવી સ્થળ ઉપર ફક્ત 4 જ ચેકડેમ કરી 10 ચેકડેમો ના ખોટા બિલો ઉપાડી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો

માલપુર તાલુકાની એક જ પંચાયતમાં કામો લખી કામો ના કરી જિલ્લા સદસ્ય ધ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ કરી કાર્યવાહી કરવા બાબત જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર ને લેખિત રજુઆત કરી છે જેમાં માલપુરમાં હેલોદર શીટ ના જિલ્લા સદસ્ય અને અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ પોતાના ગામમાં જ છેલ્લા 5 વર્ષ માં 2.5 કરોડ ફાળવી એક જ કામ ના અલગ અલગ યોજના અંતર્ગત બિલો કાઢી સંભવિત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે અંગે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને અરજદાર બિપિન પટેલ દ્વારા આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

માલપુર તાલુકામાં હેલોદર જિલ્લા પંચાયત શીટના જિલ્લા સદસ્ય નિર્ભયસિંહ રાઠોડ જેઓ પીપરાણા ગામ ના વતની છે. તેમના ગામ ની ગ્રામ પંચાયત જેમાં છેલ્લા 25 વર્ષ થી તેમના ઘર ના જ સરપંચ છે તેમજ અગાઉ 2015-2020 સુધી તેમના પત્ની જિલ્લા સદસ્ય હતા.હાલ માં 2021 થી તેઓ જિલ્લા સદસ્ય છે માલપુરના પીપરાણા પંચાયત માં છેલ્લા 5 વર્ષમાં 2.50 કરોડ ઉપર ની ગ્રાન્ટ ફક્ત તેમના ગામ માં ફાળવી એક ના એક કામો ઉપર અલગ અલગ હેડે બિલો ઉધારી સરકારી નાણાંની ઉચાપત કરેલ છે.સહીત વિવિધ આક્ષેપો સાથે જેવા કે 1.એક જ પંચાયત ના અલગ અલગ યોજનાઓ માં કુલ 14 ચેકડેમ ની ગ્રાન્ટ ફાળવી સ્થળ ઉપર ફક્ત 4 જ ચેકડેમ કરી 10 ચેકડેમો ના ખોટા બિલો ઉપાડી લેવામાં આવ્યા છે.2.આ પંચાયત માં નરેગા એજન્સી થી થયેલા કામો અને પંચાયત સિંચાઈ માં થી થયેલા કામો તેમજ ATVT નાણાંપંચ, વિવેકાધિન, સ્ટેમ્પ ડયુટી 15 નું નાણાપંચ ના કુલ કેટલા કામો છેલ્લા 5 વર્ષ માં આ પંચાયતમાં ફાળવ્યા અને તેની સામે કુલ કેટલા કામો સ્થળ સ્થિતિ ઉપર છે .3. આ જિલ્લા સદસ્ય ને મળતી 10 % નાણાપંચની ની ગ્રાન્ટ, વિવેકાધિન ની ગ્રાન્ટ, સ્ટેમ્પ ડયુટી ની ગ્રાન્ટ ની પોતાના વિસ્તાર માં વસ્તી મુજબ નિયમો મુજબ ફાળવણી ના કરી ને ફક્ત પોતાના ગામ માં ફાળવી આ જિલ્લાસદસ્ય દ્વારા વધુમાં વધુ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કુલ રૂ. 2 કરોડથી વધુના કામો અલગ— અલગ હેડ હેઠળ ફાળવવામાં આવ્યા છે અને એવું જણાઈ રહ્યું છે કે એક જ કામ માટે બે થી ત્રણ વખત બિલો કાઢવામા આવ્યા છે ત્યારે આ બાબતે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત જાણ કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!