સુરેન્દ્રનગર શહેરમાં માનવમંદિર વિસ્તારમાં વરસાદી પાણીમાંથી સ્મશાનયાત્રા લઈ જવની નોબત આવતાં સ્થાનિકોમાં રોસ ફેલાયો.
ચામુંડાપરા વિસ્તારના લોકોને જીવતે જીવતો શાંતિ ન મળી પણ મર્યા પછી પણ શાંતિ ન થઈ
તા.06/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચામુંડાપરા વિસ્તારના લોકોને જીવતે જીવતો શાંતિ ન મળી પણ મર્યા પછી પણ શાંતિ ન થઈ
સુરેન્દ્રનગર શહેરમાં અને તેના છેવાડાના વિસ્તારમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલા રહ્યા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ જે સરકારી તંત્રને પૂરી પાડવાની હોય છે તેમછતાં આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકારી તંત્ર પોતાની વાહ વાહ કરવામાં અને ફોટો સેશન કરવામાં જાણે કે લોકોને સુવિધા આપવાનું જ ભુલાઈ ગયું હોય તેવો ઘાટ સુરેન્દ્રનગર શહેરમાં સર્જાયો છે સુરેન્દ્રનગર શહેરના અનેક છેવાડાના વિસ્તારો દરરોજ પોતાના વિસ્તારની રજૂઆતો કરવા આવતા હોય છે પરંતુ રજૂઆતો સાંભળી અને તેનો નિકાલ કરવામાં પણ તંત્ર સંગઠન પણે નિષ્ફળ રહ્યું હોવાનો અનેક પુરાવા અનેકવાર સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા તો એટલી હદે નિષ્ફળ નીકળી છે કે જાણે કે પોતાને સત્તાનો એટલો બધો નસો ચડી ગયો છે કે લોકોના સમસ્યા અને લોકોના કામો કરવામાં જરા પણ રસ ન દાખવતી હોવાના અનેક વાર અનેક કોર્પોરેટર દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે જાહેરમાં પણ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ પણ આપવામાં આવ્યા છે ત્યારે શરમજનક ઘટના પણ આજે સુરેન્દ્રનગરમાં સામે આવી છે આમ છતાં પણ આ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને જરા પણ નાક કાન ન હોય તેવો ઘાટ હાલમાં જોવા મળ્યો છે સુરેન્દ્રનગર શહેરનો નવાજકશન વિસ્તાર પાછળ આવેલ માનવ મંદિર પાસે આવેલા ચામુંડાપરા સોસાયટી વિસ્તારમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદ વરસવાનો શરૂ રહ્યો છે જેના કારણે આ વિસ્તારના લોકોને લાઇટ પાણી કે અન્ય જે સરકારી સુવિધાઓ મળવી જોઈએ તે આજદીન દેશને આઝાદ થયા હોવા છતાં પણ પ્રાપ્ત થઈ રહી નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરના માનવમંદિર પાસે આવેલા ચામુંડા નગરમાં લોકો એટલા બધા બીમારીમાં સપડાયા છે કે ઘરે ઘરે માંદગીના ખાટલાઓ પણ છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના આ ચામુંડાપરા વિસ્તારમાં પરિવારના સભ્યો જ્યારે મોત નીપજ્યું હતું મરનારનું નામ છે પુનતિયા કાળુભાઈ શંકરભાઈ ઉંમર વર્ષ 59 રહેવાસી ચામુંડાપરા માનવ મંદિર પાસે વોર્ડ નંબર 5 આ સુરેન્દ્રનગરનો વોર્ડ નંબર પાંચ આવેલો છે અને જેમાંથી શિક્ષિત ઉમેદવાર તરીકે રાજુભાઈ કાચવાળા ચૂંટાઈ આવ્યા છે તેવું આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે ત્યારે પુની ત્યાં કાળુભાઈ શંકરભાઈનું અવસાન થતાં તેમની સમસાન યાત્રા ડાઘુઓને આ ગંદા ભરાયેલા પાણીમાંથી પસાર થઈ અને કાઢવી પડી હતી ત્યારે આ વિસ્તારના લોકો એવું જણાવી રહ્યા છે કે મૃત્યુ થાય તો પણ માણસને આમ તો આ નગરપાલિકાના કારણે પોતપોતાના ઘરે જ રાખવો જોઈએ કારણ કે આખા વિસ્તારમાં એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે લોકો પોતાની રીતે પસાર પણ થઈ શકે એવું નથી અને ઢીંચણ સમાણા પાણીમાંથી જ્યારે ડાઘ હોય એ સમસાનયાત્રા કાઢી ત્યારે ભારે કરૂણતા ભર્યા દ્રશ્યો સામે આવ્યા હતા અને આ સરકારી તંત્રને કેવા પ્રકારની અને કઈ પ્રકારની કામગીરી કરી રહ્યા છે તેવા અનેક સવાલો ચર્ચાનો વિષય બન્યા હતા ત્યારે આ વિસ્તારમાં સમસ્યાઓનો પારાવાર છે પરંતુ તેનો નિકાલ ક્યારે આવશે કોણ કરશે તેનો કોઈ સમય હજુ સુધી નગરપાલિકાએ કે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરે નક્કી કર્યો નથી કે ચૂંટાયેલા સદસ્યો ક્યારેય આ વિસ્તારની મુલાકાતે જતા નથી જ્યારે મતદાન થાય છે ત્યારે મત માંગવા માટે આ વિસ્તારમાં અચૂક દેખાતા હોય છે પરંતુ જ્યારે કામગીરી કરવાની હોય છે ત્યારે તેમના હાથ સદાય માટે ઊંચા રહેતા હોય છે અને નગરપાલિકા તેમના કામો ન કરતી હોવાના આક્ષેપો કરી અને પોતે છૂટી જતા હોવાના પણ આક્ષેપો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના સદસ્યો તો બરાબર છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ચીફ ઓફિસર અને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા પ્રમુખ સહિત અનેક લોકો સુરેન્દ્રનગર શહેરના વિકાસ માટે જવાબદાર છે છતાં સુરેન્દ્રનગર શહેરનો વિકાસ તો ઠીક પરંતુ છેવાડાના માનવીને જ્યારે જીવતા સગવડ નથી આપી શકતા પરંતુ મૃત્યુ બાદ પણ આ રીતે પસાર થવું પડે તે શરમજનક ઘટના હાલમાં ગણાવાઈ રહ્યું છે ત્યારે શહેરમાં આ ઘટનાએ ભારે ચર્ચાનો વિષય ઉત્પન્ન કર્યો છે.