GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

જીવનશૈલી અને મોડી ઉંમરે લગ્નની ઈફેક્ટ ગુજરાતમાં શરૂ પ્રજનનક્ષમતા દર 1.9 થયો

ગુજરાતમાં પ્રજજનક્ષમતા દર ઘટીને હવે 1.9 થઈ ગયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે 2011-13માં પ્રજનનક્ષમતા દર 2.5 હતો, જે વર્ષ 2021-23માં ઘટીને 1.9 થયો છે. આમ, 10 વર્ષમાં પ્રજનનક્ષમતા દરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. મોટી ઉંમરે લગ્ન થવા, મોટી વયે બાળકને જન્મ આપવો, બદલાતી જીવનશૈલી જેવા પરિબળોથી પ્રજજન ક્ષમતા દરમાં ઘટાડો જોવા મળ્યો છે.

પ્રજનનક્ષમતા દર ઓછો હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કેરળ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સિક્કિમમાં 1.1 સાથે સૌથી ઓછો પ્રજનનક્ષમતા દર છે. આ સિવાય અંદમાન નિકોબાર, ગોવા, લદ્દાખમાં પણ પ્રજનનક્ષમતા દર માત્ર 1.1 છે. ગુજરાતમાં હાલ પ્રજનનક્ષમતા દર 1.9 છે.

કયા મોટા રાજ્યમાં સૌથી ઓછો ફર્ટિલિટી રેટ? 

રાજ્ય ફર્ટિલિટી રેટ
પશ્ચિમ બંગાળ 1.6
પંજાબ 1.6
મહારાષ્ટ્ર 1.7
આંધ્ર પ્રદેશ 1.7
તમિલનાડુ 1.8
તેલંગાણા 1.8
કેરળ 1.8
ઉત્તરાખંડ 1.9
ગુજરાત 1.9
હરિયાણા 1.9

 

સમગ્ર દેશમાં રિપ્લેસમેન્ટ ફર્ટિલિટી રેટ 2.1 છે. મતલબ કે, એક મહિલા બે બાળકને જન્મ આપે તો વસતી દર સ્થિર રહે. દેશમાં હાલ માત્ર પાંચ રાજ્ય એવા છે, જેનો ફર્ટિલિટી રેટ બેથી વધુ છે. બદલાતી લાઇફસ્ટાઇલ, મોડી ઉંમરે લગ્ન થવા, મોડી ઉંમરે સંતાનને જન્મ આપવાનો નિર્ણય લેવો જેવા પરિબળોને કારણે પ્રજનનદર ઉપર વધુ અસર પડી રહી છે. ડૉક્ટરોના મતે હાલ સમગ્ર દેશમાં દર વર્ષે 2.50 લાખ આઇવીએફ સાયકલ થાય છે. આગામી થોડા વર્ષમાં આઈવીએફ સાયકલનો દર પાંચ લાખને પાર જઈ શકે છે.

ઘટતા પ્રજનનક્ષમતા દર અંગે ડૉક્ટરોનું માનવું છે કે, આપણે ત્યાં વ્યંધત્વને હજૂ બીમારની શ્રેણીમાં મૂકવામાં આવ્યું નથી. વિશ્વના અનેક દેશમાં વ્યંધત્વને બીમારીની શ્રેણી હેઠળ મૂકી દેવામાં આવ્યું છે. એક અભ્યાસ પ્રમાણે 85 ટકા યુગલો લગ્નના 1-2 વર્ષમાં કોઈ ખાસ દવા વગર સંતાન સુખ પ્રાપ્ત કરે છે. આ સિવાય 15 ટકા યુગલોને સંતાન પ્રાપ્તિ માટે આઇયુઆઈ, આઈવીએફ જેવા આધુનિક મેડિકલ સાયન્સની મદદ લેવી પડે છે.

એક અહેવાલ પ્રમાણે દેશમાં વર્ષ 1971માં શૂન્યથી 14ની ઉંમરની વ્યક્તિનું પ્રમાણ 41.2 ટકા હતું અને તે 2021માં ઘટીને 24.80 ટકા થયું છે. આ જ રીતે 65થી વધુ વયની વ્યક્તિનું પ્રમાણ 5.3 ટકાથી વધીને 5.9 ટકા થયું છે. મહિલાઓની લગ્નની સરેરાશ ઉંમર 1990માં 19.3 હતી અને 2021માં 22.5 જોવા મળી છે.

રાજ્ય ફર્ટિલિટી રેટ
બિહાર 3
મેઘાલય 2.9
ઉત્તર પ્રદેશ 2.4
ઝારખંડ 2.3
મણિપુર 2.2

 

Back to top button
error: Content is protected !!