વેજલપુર ગામના ખેડા ફળિયાના પાછળના ભાગે છેલ્લા ચાર દિવસ થી પીવાનું પાણી નહિ આવતા સ્થાનીક લોકો દ્વારા ગ્રામપંચાયતમાં હલ્લાબોલ.

તારીખ ૧૫/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતા પાપે ભર ઉનાળે પાણી હોવા છતાં વેજલપુર ગામના ખેડા ફળીયાના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ખેડા ફળિયાના પાછળના ભાગમાં છેલ્લા ચાર દિવસ થી પીવાનું પાણી નહિ આવતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા અને વેજલપુર ગ્રામ પંચાયતમાં પાણી અંગેની ઉગ્ર વિરોધ સાથે રજુઆત કરવા માટે પોહચ્યા હતા ત્યારે તલાટી ક્રમ મંત્રી મિટિંગમાં ગયેલ હોય ગ્રામ પંચાયતમાં મળી આવેલ નોહતા જેથી સ્થાનિક મહિલાઓ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને જો વહેલી તકે તેમની સમસ્યાઓનો ઉકેલ નહિ આવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત અને ગ્રામ પંચાયત ખાતે ધરણાં પ્રદશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના ચોપડે તો વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ઘણા બધા બોર બનાવ્યા છે અને તેના બિલો પણ ઉપાડ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએ થી આ મુકેલા બોર અંગે ઝીણવટભરી તપાસ થાય તો ખૂબજ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમાં કોઈ નવાઈ નહીં.!





