સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ના શિક્ષિકા શ્રીમતી શૈલાબેન જોશીને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન એનાયત કરવામાં આવ્યું
5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ. શિક્ષક દિવસ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અને જેમણે ઉત્કૃષ્ટ સેવાઓ આપી હોય તેવા તાલુકા અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. શ્રી આનંદ નિકેતન સ્કૂલ સુઘડ, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ના શિક્ષિકા શ્રીમતી શૈલાબેન જોશી ને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક નું સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ગણિત અને વિજ્ઞાન જેમનો વિષય છે અને બાળકોને પ્રિય એવા શિક્ષક કે જેમણે અનેક વિજ્ઞાન મેળાઓમાં, સેમિનારોમાં NCSC, વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.. તેમના વિશિષ્ટ કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષ શિલ્પાબેન પટેલ (માનનીય પ્રમુખ જિલ્લા પંચાયત ગાંધીનગર )તથા અન્ય મહેમાનશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ભવ્યાતીભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો.