અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા પંચાયત કચેરીના શૌચાલયમાં જ ગંદકી નું સામ્રાજ્ય,
અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીએ સ્વચ્છતા અંતર્ગત ગંદકી દૂર કરવા હેલ્પ નંબર જાહેર કર્યો, અહીં મેઘરજ તાલુકા પંચાયતમાં શૌચાલયમાં જ ગંદકી
થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લાની અંદર સ્વચ્છતા મિશન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગંદકીને દૂર કરવા માટે એક હેલ્પ નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને આહવાન કર્યું હતું કે જે તે જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય હોય તેના ફોટા હેલ્પ નંબર પર નાખવા જેથી કરી તે જગ્યા પર ઝડપથી ગંદકી દૂર કરવામાં આવશે પરંતુ અહીં તો તાલુકા પંચાયતની કચેરીમાં જ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા ફોટો વાયરલ થયાં
એક તરફ નેતાઓ અને પદાધિકારીઓ તથા સરકારી બાબુઓ સ્વચ્છતા અભિયાન હેઠળ થતાં કાર્યક્રમો માં સ્વચ્છતા અંગે મોટા મોટા ગીતો ગાય છે ત્યારે મેઘરજ ની તાલુકા પંચાયત કચેરી ના શૌચાલયો માં જ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળ્યું દેખીને પણ દેખવાનું ના થાય તેવી શૌચાલય ની હાલત, દિવા નીચે અંધારું જેવો ઘાટતાલુકા ના જાગૃત નાગરિક દ્વારા શૌચાલય ના ફોટા પાડી વાયરલ કર્યા સ્વચ્છતાના નામે આમ જનતા ને મેમો આપી દંડિત કરવામાં આવે છે ત્યારે આ ગંદકી બાબતે કોને મેમો આપવો તે પણ પ્રશ્ન સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે તો તાલુકા પંચાયતના શૌચાલય આટલા ગંદા કેમ..? પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની મહામુલી સ્વચ્છ ભારત અભિયાન યોજના ના ધજાગરા ઉડાવતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ તાલુકા પંચાયત ના કર્તા હરતા શૌચાલય ને સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરે તે અત્યંત જરૂરી