
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં ડેલિકેટોની મનમાની ગ્રામપંચાયત માં આવતી કામોની ગ્રાન્ટો સીધી ડેલિકેટો લઇ કામ કરતા હોવાની ચર્ચાઓ
હાલ મેઘરજ તાલુકામાં મોટાભાગે સરકારી કામો જેવા કે રસ્તાના કામો,પાણીના કામો કે પછી ગરનાળા ના કામો જે ચર્ચાના વિષય બન્યા છે સરકારી કામોમાં પણ હલકી ગુણવતા ને લઇ ભ્રષ્ટાચાર થતો હોય તેવા કામોં સામે આવ્યા પણ છે પરંતુ હાલ ચર્ચાનો વિષય અને ઠેળ ઠેળ ચર્ચાઓ જામી છે છે કે ગ્રામપંચાયત ખાતે આવતા વિવિધ કામો એમાં પણ હાલ 15 માં નાણાં પંચના જે કામો પંચાયત હસ્તક આવતા હોય છે તે કામો હવે તાલુકાના ચૂંટાયેલા ડેલિકેટો લેતા હોય છે અને આ બાબતે ગ્રામપંચાયત આ સરપંચ કે તલાટી અથવા જે વહીવટદાર થી ચાલતી પંચાયત ના લોકો ને અંધકારમાં રાખીને કામો સીધા ડેલિકેટ લેતા હોય છે તેવી ચર્ચાઓએ જોર પકળ્યું છે.જો આ બાબતે તપાસ થાય તેવી લોક માંગ ઉઢી છે.



