GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
ગુજરાતના DySP કક્ષાના 17 અધિકારીઓની SP રેન્કમાં બઢતી

ગુજરાત પોલીસ સેવામાં નાયબ પોલીસ અધિક્ષકમાં ફરજ બજાવતા 17 DYSP ને SP રેન્કમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બઢતીને લઈને નિર્ણય કરાયો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, રાજ્યના 17 DYSP (હથિયારી/બિનહથિયારી)ને SP રેન્ક એટલે કે જિલ્લાના વડા, ડેપ્યુટી કમિશનર અને સેનાપતિના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. રાજ્યના 17 નાયબ પોલીસ અધિક્ષકને તેમની હાલના ફરજ સ્થળ પર જ પોલીસ અધિક્ષક, વર્ગ-1 એક્સ કેડર સંવર્ગમાં અપગ્રેડ કરીને નિમણૂક કરવામાં આવી છે.






