GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: જેતપુરમાં ચકલી દિવસની અનોખી ઉજવણી: સુલતાનપુરના વીરા ગ્રુપ સહયોગથી નગર પાલિકા ના સદસ્ય સુમિતાબેન દ્વારા જેતપુરમાં 700 જેટલા પક્ષીના માળાનું ફ્રી વિતરણ કરવામાં આવ્યા

તા.૨૦/૩/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur: 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. ભારત અને સમગ્ર વિશ્વમાં ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને ચકલી સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે. ત્યારે ગોંડલના સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપના સહયોગથી જેતપુર- નવાગઢ નગરપાલિકાના વોર્ડ નં ૮ ના સદસ્ય સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા આ ક્ષેત્રે સરાહનીય કાર્ય કરી રહ્યા છે. આજના આ ચકલી દિવસ નિમિત્તે તેઓ એ અનોખી ઉજવણી કરવામાં આવી

ગોંડલના સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી ઉજવણી કરવામાં આવી. ગત વર્ષે વિશ્વ ચકલી દિવસના રોજ વિરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા જેતપુરમાં 3000 જેટલા ફ્રીમાં માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ સહયોગથી આ વર્ષે જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 8 ના સદસ્ય સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા દ્વારા 700 માળાનું ફ્રીના વિતરણ કરાયું હતું.

દુનિયાભરમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવમી કરવામાં આવે છે. ત્યારે જેતપુરમાં પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર 8 મહિલા સદસ્ય અને સેવાભાવી સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી.

ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.

ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે. આ દિવસનો હેતુ જૈવવિવિધતા અને આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. દિવસ પસાર કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે ચકલીઓની વસ્તીમાં ધરખમ વધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે જે વિવિધ પહેલો હાથ ધરી શકીએ છીએ તેના વિશે આપણી જાતને શિક્ષિત કરવી. આપણે તેમની વસ્તીની સુરક્ષા માટે સંરક્ષણના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે સભાનપણે પ્રયત્નો કરવા જોઈએ.

આ વખતે અનોખી ઉજવણીના ભાગરૂપે માળા આપવામાં આવ્યા. આજે 20 માર્ચ ના સાંજે 4 થી સાંજે 6 કલાક સુધી જેતપુરના દેશાઈ વાડી જૂની શાક માર્કેટ સામનાથ મંદિર પાસે પાસે 700 જેટલા ફ્રી પક્ષીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા. વ્યક્તિ દીઠ એક જ પક્ષી ઘર આપવામાં આવેલ. આ સેવાકીય કાર્યમાં જેતપુર- નવાગઢના સદસ્યા સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા, ઉર્વશીબેન કાપડિયા, બોસામિય કોલેજના પ્રોફેસર મકવાણા સાહેબ, જયેશભાઈ વશરામભાઈ ઉસદડીયા,પિન્ટુભાઈ સેંજલીયા સહિત સ્થાનિક મહિલાઓ આ કાર્યમાં સફળ બનાવ્યો હતો, સુલતાનપુરના સેવાકીય સંસ્થા વીરા ગ્રુપના હોદેદારોનું સુમિતાબેન પારસભાઈ ઉસદડીયા, જયેશભાઈ વશરામભાઈ ઉસદડીયા,પિન્ટુભાઈ સેંજલીયાએ સન્માન કરવામાં આવ્યું હતું

અમુ સિંગલ જેતપુર

Back to top button
error: Content is protected !!