GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

સલામત ગુજરાત કઈ રીતે ? ગુજરાતમાં અપહરણ કરાયેલાં 734 લોકોનો અતોપતો જ નથી !!!

વિકસીત ગુજરાતમાં દીવસેને દિવસે ગુનાખોરી વકરી રહી છે, જેના કારણે હવે બાળકીઓથી માંડીને મહિલાઓ-પુરુષો અસલામતી અનુભવી રહ્યા છે. જાણે સલામતી નામપુરતી જ રહી ગઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ઼ બ્યુરોના અહેવાલમાં ચોંકાવનારી તારણો રજૂ થયાં છે. ગુજરાતમાં પુરુષોની સરખામણીમાં બાળકીઓ અને મહિલાોનું અપહરણ વધુ થઈ રહ્યું છે.

ગુજરાતમાં અપહરણના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. દર મહિને અપહરણના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. દરમહિને અપહરણના સરેરાશ 140 કિસ્સાઓ નોંધાઈ રહ્યાં છે. મહત્ત્વની વાત એ છે કે રાજ્યમાં સૌથી વધુ 12થી 16 વર્ષની વયના બાળકો-બાળકીઓના અપહરણ થયાં છે. વર્ષ 2023માં આ વય ધરાવતાં 771 બાળકો-બાળકીઓના અપહરણ પોલીસ ચોપડે નોંધાયા છે. બાળકો કરતાં બાળકીઓનું અપહરણનું પ્રમાણ વધારે છે.

નેશનલ ક્રાઈમ બ્યુરોના રિપોર્ટ અનુસાર પ્રેમ સંબંધ, લગ્ન અને વેશ્યાવૃતિ અપહરણ માટે મુખ્ય જવાબદાર પરિબળ રહ્યાં છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે ગોંધી રાખી બદઈરાદાઓ પણ અપહરણનું કારણ બની રહ્યું છે. આતંરિક વિખવાદ, અદાવત, જમીન-મિલ્કતના ઝઘડાને લઈને પણ અપહરણના કિસ્સાઓ બની રહ્યા છે.

રાજ્યમાં અપહરણમાં મેટ્રોસિટી અમદાવાદ ટોપ રહ્યું છે. વર્ષ 2023માં અમદાવાદમાં અપહરણના 296 કેસો નોંધાયા હતાં. વર્ષ 2021માં અપહરણના 183 કેસો નોંધાયા હતા. આ જોતાં અમદાવાદમાં અપહરણના કિસ્સામાં વધારો થયો છે, ચોંકાવનારી વાત તો એ છે કે અમદાવાદમાં એક વર્ષમાં 94 બાળકો અને 165 બાળકીઓનું અપહરણ કરાયું હતું. અપહરણના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે અપહરણકર્તાઓ પાસેથી બાળકો, પુરુષો, મહિવાઓને મુક્ત કરવાવામાં પોલીસ જાણે ઉણી ઉતરી છે, કેમકે રિકવરી રેટ 70.8 ટકા રહ્યો છે. ગુજરાતમાં અપહરણના 2511 કેસો નોંધાયા હતા, તેમાંથી 1777 કિસ્સામાં પુરુષ,મહિલાઓ અને બાળકીઓને પરત મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. પરંતુ 597 મહિલાઓ અને 137 પુરુષોનો હજુ કોઈ જ અતોપતો નથી.

Back to top button
error: Content is protected !!