ગાંધીનગરમાં અનુસૂચિત જાતિ/જનજાતિના પત્રકારોનું સ્નેહમિલન મળ્યું

સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના પત્રકારોના રાજ્યકક્ષાના રજિસ્ટર્ડ સંગઠન “અજાજ મીડિયા ટ્રસ્ટ” આયોજિત સ્નેહમિલન અને સેમિનારનું ગાંધીનગર ખાતે સેક્ટર 12 માં આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે તારીખ 26 ઓક્ટોબર ને રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અજાજ મીડિયા ટ્રસ્ટની વેબસાઈટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના જાણીતા લેખક અને ચિંતક ચંદુભાઈ મહેરીયા ની અધ્યક્ષતામાં યોજાયેલ આ સ્નેહ મિલન અને સેમિનારમાં વક્તા અને જાણીતા કર્મશીલ રાજુભાઈ સોલંકી તેમજ અજાજના પેટ્રન મૂળચંદ રાણા, સ્થાપક પ્રમુખ નટુભાઈ પરમાર, વર્તમાન પ્રમુખ રમેશ સોલંકી, મહામંત્રી ભરત દેવમણી,હિતેન્દ્ર પીઠડીયા, યોગીતાબેન પટેલ, અર્ચનાબેન પરમાર સહિત અજાજ ના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી અજાજના સભ્ય પત્રકાર ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે અજાજના પ્રમુખ રમેશ સોલંકી એ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને અજાજ મીડિયા ટ્રસ્ટના આગામી કાર્યક્રમો અંગે માહિતી આપી સમગ્ર ગુજરાતમાંથી વધુને વધુ પત્રકારો અજાજ મીડિયા સાથે જોડાઈને સંગઠનને વધુ મજબૂત બનાવી એસટી એસટીના પત્રકારોને લગતા તેમજ સમાજને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણમાં કલમના માધ્યમથી તેમનું યોગદાન આપે તે માટે હાકલ કરી હતી.
અજાજના મહામંત્રી ભરત દેવમણિ એ સંસ્થાના હિસાબો રજૂ કરી આગામી સમયમાં ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવનાર કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી.
આ પ્રસંગે વક્તા ચંદુભાઈ મહેરીયા, રાજુભાઈ સોલંકી તેમજ નટુભાઈ પરમાર એ પ્રેરક વક્તવ્ય આપી સમયના બદલાવ અને સમાજની જરૂરિયાત મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિ ના પત્રકારોને જાગૃત બની સમાજ ઘડતરમાં તેમનું સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે વિવિધ દાખલા દ્રષ્ટાંતો સાથે વર્તમાન સમયમાં લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારો અને મીડિયા પર વધી રહેલા રાજકીય દબાણ અને ગોદી મીડિયાના વધી રહેલા પ્રભાવ પર પ્રકાશ પાડી આવા સંજોગોમાં પત્રકારોને તટસ્થ અને મક્કમતાથી સત્યની પડખે રહી સાચા સમાચારો અને અહેવાલો નીડરતાપૂર્વક પ્રકાશિત કરવા તેમજ એસસી એસટી સમાજ પર થઈ રહેલા અત્યાચાર, અન્યાય અને શોષણ સામે મીડિયાના માધ્યમથી અવાજ બુલંદ બનાવવા હિમાયત કરી હતી.
આ પ્રસંગે સમારોહના મુખ્ય અતિથિ નિવૃત્ત સનદી અધિકારી શ્રી એમ.બી.પરમાર ઉપસ્થિત રહી ન શકતા તેમના શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યભરમાંથી આવેલા એસટી- એસટી પત્રકાર ભાઈઓ, બહેનો દ્વારા અજાજ મીડિયા ટ્રસ્ટને વધુ મજબૂત બનાવવા તેમના મહત્વના વિચારો અને મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ શ્રીમાળીએ અને આભારદર્શન બાબુભાઈ મેસરવાળા એ કર્યું હતું.
આ અવસરે સર્વશ્રી રમણ વાઘેલા, સાહિલ પરમાર, અમિત જ્યોતિકર,ધિરૂભાઈ કોટવાલ, મુકેશભાઈ ચૌહાણ,ભરત ચૌહાણ,ભાનુભાઈ દવે,ગીરીશ મારૂ, શૈલેષ ચૌહાણ, ડો.નરસિંહદાસ વણકર, ગુલાબદાસ પટેલ, તુષાર પરમાર,ભૂપેન્દ્ર શ્રીમાળી, સુરેશ પારઘી, વિરાગ સુતરિયા, યોગેન્દૂ ચૌહાણ, સી.જે.રાઠોડ, નારણભાઈ વાઘેલા, પદ્મરાજ હિતેચ્છુ,મૂળચંદ રાઠોડ, અણદાભાઈ ચાવડા, નીલેશ ઈટાલીયા, હરેશ મકવાણા, નગીન ડોડીયા, રસીલાબેન પરમાર, મુકેશભાઈ પરમાર તથા પ્રિન્ટ – ઈલેક્ટ્રોનિક મિડિયા સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ અને જનજાતિના મિડિયાકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






