MORBI:મોરબી તાલુકા પંચાયત કચેરી દ્રારા રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો

MORBI:મોરબી તાલુકા પંચાયત કચેરી દ્રારા રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો
આજરોજ તા.૧૪-૦પ-ર૦રપ ના તાલુકા પંચાયત કચેરી મોરબી દ્રારા રકતદાનનો કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં બે બ્લડ બેંકો દ્રારા બ્લડ કલેકશન કરવામાં આવેલ જેમાં અનુક્રમે લાઈફ કેર બ્લડ બેંક દ્રારા ૩૪ યુનિટ અને સંસ્કાર બ્લડ બેંક દ્રારા 65 યુનિટ એમ 99 યુનિટ બ્લડ કલેકશન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ IAS , ૬૬-ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, તથા ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી તથા અન્ય સદસ્યોશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એસ.ડાંગર દ્રારા દિપ પ્રાગટય કરી બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરવાામં આવેલ. જેમાં તાલુકા પંચાયત કચેરીનો ઓફિસ સ્ટાફ,તમામ તલાટી કમ મંત્રીશ્રીઓ,IRD સ્ટાફ તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તથા મોરબી તાલુકાના સેવાભાવી જનતાનો ખુબ જ મોટો સહયોગ રહયો, આ બદલ તાલુકા પંચાયત વતી તમામનો ખુબ ખુબ આભાર વ્યકત કરે છે.







