GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી સિરામિક એકમો સાથે રૂ.૧.૬૨ કરોડની છેતરપિંડી

MORBI:મોરબી આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી સિરામિક એકમો સાથે રૂ.૧.૬૨ કરોડની છેતરપિંડી

 

 

મોરબીના પંચાસર રોડ પર પ્રયાગ એપાર્ટમેન્ટ ધરતીપાર્કમાં રહેતા દીપક વલમજીભાઈ પાંચોટિયાએ આરોપીઓ ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરનાર અને ફ્રોડ ICEGATE યુઝર બનાવવા માટે ખોટા ઈમેલ આઈડી બનાવનાર, વાપરનાર અને ડીઝીટલ સિગ્નેચર બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૦૧-૨૦૨૧ થી તા. ૧૬-૧૦-૨૦૨૪ દરમ્યાન ફરિયાદી અને અન્યની પેઢી વિદેશમાં સિરામિક ચીજવસ્તુઓ અંગે એક્સપોર્ટ ધંધો કરતા ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ અંતર્ગત સરકાર તરફથી રૂ ૧,૬૨,૭૮,૮૫૮ રકમ પેઢીના યુઝર એકાઉન્ટમાં જમા થઇ હોય જે રકમ અજાણ્યા ઇસમોએ આર્થિક ફાયદા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી ICE GATE માં યુઝર આઈડી રજીસ્ટ્રેશન કરાવવા ખરા તરીકે ઉપયોગ કરી ખોટા જીમેલ આઈડી બનાવી ડીઝીટલ સિગ્નેચર બનાવી મોબાઈલ નંબર ખોટા ઉમેરી ખરા તરીકે ઉપયોગ કરી પોર્ટલમાં યુઝર આઈડી બનાવવામાં ખોટા યુઝર આઈડી બનાવી યુઝર આઈડીમાં ટ્રાન્સફર કરી રૂ ૧,૬૨,૭૮,૮૫૮ ના નાણાની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ફ્રોડ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!