રાજ્યભરમાં ગેરહાજર 134 શિક્ષકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી
રાજ્યમાં એક તરફ જ્યાં સરકાર દ્વારા ભૂતિયા અને ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આવા શિક્ષકોની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે.

રાજ્યમાં એક તરફ જ્યાં સરકાર દ્વારા ભૂતિયા અને ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આવા શિક્ષકોની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. વાવનાં ઉચપાનાં શિક્ષક દર્શન પટેલ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડાની એક પ્રાથમિક શાળાનાં આચાર્ય જ રજા મૂકીને વિદેશ ગમન કરી ગયા હોવાની પણ ચોંકાવનારી વિગત સામે આવી છે.
રાજ્યમાં ભૂતિયા અને ગુલ્લીબાજ શિક્ષકો સામે રાજ્ય સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. દરમિયાન, ચોંકાવનારી વિગતો સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકાની ઉચપાનાં શિક્ષક દર્શન પટેલ જિલ્લા ફેરબદલીમાં ખેડાથી બનાસકાંઠા આવ્યા હતા. માત્ર 4 મહિના જ નોકરી કર્યા બાદ તેઓ વિદેશ ભાગી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, જિલ્લા કચેરીમાં રૂ. 300 નાં સ્ટેમ્પ પર સોગંદનામું કર્યું હતું, જેમાં 5 વર્ષ સુધી નિવૃત્ત કે ફરજ બેદરકારી ન દાખવવાનો ઉલ્લેખ કર્યો હતો.
બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય પણ રજા લઈને વિદેશ ભાગી ગયા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. સુત્રાપાડા બંદરની પ્રાથમિક શાળાના H. TAT આચાર્ય બિંદુબેન સોઢા લાંબી રજા પર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ, તેઓ ઓકટોબર, 2023 થી આગામી ડિસેમ્બર, 2024 સુધી રજા પર હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો કે, જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ રજા રિપોર્ટ મંજૂર પણ કરી આપ્યો હોવાનું ખુલ્યું છે. આચાર્ય હાલ વિદેશમાં હોવાથી ઇન્ચાર્જ આચાર્ય દ્વારા સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.





