ANANDGUJARATUMRETH

નડિયાદ જવાહરનગર વિસ્તારમાં દેશી દારૂ પીતા 3 વ્યક્તિઓના મોતથી ખળભળાટ

પ્રતિનિધિ:નડિયાદ
તસ્વીર:કુંજન પાટણવાડીયા 

નડિયાદના મંજીપુરા વિસ્તારમાં, દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા છે. સ્થાનિક સૂત્રો મળતી માહિતી મુજબ નડિયાદની જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીધાના કારણે ત્રણ જણાના મોત થવાનો મામલો સામે આવ્યો છે. નડિયાદના પોલીસ સૂત્રો ધ્વારા મળેલ માહિતી મુજબ,મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.દેશી દારૂના અડ્ડા પર દારૂ પીધા બાદ ત્રણ વ્યકિતના મોત થયા હતા.આ અડ્ડા પરથી દસથી પંદર લોકોએ દેશી દારૂ પીધો હોવાનું અનુમાન છે. આ તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં એક બુટલેગરની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ૩ લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે.નડિયાદ શહેરના જવાહરનગરના ફાટક પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા પર ગઈકાલે મોડી સાંજે દારૂ પીધા બાદ યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા, રવિન્દ્ર રાઠોડ અને કનુ ધનજી ચૌહાણની તબીયત લથડી હતી અને લથડીયા ખાવા લાગતા નજીકના સ્થળ પર પડી ગયા હતા અને પરિવારજનોને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ત્રણેયને 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે યોગેશ કુસ્વાહા, રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણને મૃત જાહેર કર્યા હતા. આ દેશી દારૂના અડ્ડા પરથી દેશી 15 લોકોએ દારૂ પીધો હોવાનું અનુમાન છે.
આગામી સમયમાં મૃત્યુઆંક વધે તેવુ મનાઈ રહ્યું છે.આ ત્રણ લોકોના મોત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલી સાથે છે.
આ ઘટનાને પગલે ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતની ટીમનો કાફલો દોડી આવ્યો હતો. નડિયાદ ટાઉન પીઆઈ એમ.બી. ભરવાડના વિસ્તારમાં લઠ્ઠાકાંડ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરના એક બુટલેગરની અટકાયત કરી હોવાનું પણ બહાર આવ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં મૃતકોના સગા અને અન્ય લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ સમક્ષ રોષ વ્યકત કર્યો હતો. આ બુટલેગરને તાત્કાલિક પકડીને ધોરણસરની કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
આ મામલે જ્યારે મૃતકોના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા તો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં જાણકારી મળી કે મૃતકોના બ્લડમાં મિથાઈલ આલ્કોહોલ હતું જ નથી. ઉલ્લેખનીય છે કે મૃતકોના પરિજનો દાવો કરી રહ્યા છે કે દેશી દારૂ પીવાને કારણે આ લોકો ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ પામી ગયા હતા.

Back to top button
error: Content is protected !!