GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ બદલાઈ

બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતીની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. ભારે વરસાદના કારણે શારીરિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને 8 અને 9 સપ્ટેમ્બરના રોજ બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતી માટે યોજાનાર શારીરિક કસોટીને લઇને મોટો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષા હવે 8 અને 9 સપ્ટેમ્બરના રોજ હવે નહીં યોજાય.. આ પરીક્ષા હવે 14 અને 15 સપ્ટેમ્બરના રોજ યોજાશે. 8 સપ્ટેમ્બરની શારીરિક કસોટી 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને 9 સપ્ટેમ્બરની શારીરિક કસોટી 15 સપ્ટેમ્બરના રોજ યોજાશે.

Back to top button
error: Content is protected !!