રાજ્ય સરકાર દ્વારા લોકોના હક અને અન્યાય માટે લડનારાં લોકો માટે લોકશાહીના મંદિરના દરવાજા બંધ કરી દેવાયાં ???

ગુજરાતમાં પાટીદાર સહિત અન્ય આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનારાંઓ માટે સચિવાલયમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે જ્યારે દલાલો,ભૂ માફિયા,ખનીજ માફિયા અને મળતિયા કોન્ટ્રાકટરોને આવકાર અપાઇ રહ્યો છે. સરકારમાં પ્રશ્નોની રજૂઆત કરવી હોય તો પણ લોકોના હક અને અન્યાય માટે લડનારાં લોકો માટે લોકશાહીના મંદિરના દરવાજા બંધ કરી દેવાયાં છે.
વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા લોકો સચિવાલય આવતાં હોય છે. જે તે વિભાગના મંત્રી કે અધિકારીને મળીને સમસ્યા રજૂ કરતાં હોય છે. આજે જ્યારે ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ધારાસભ્યોનું એક પ્રતિનિધીમંડળ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોચ્યુ હતું ત્યારે સરકારી ભરતીમાં ગોટાળા ઉપરાંત પેપર લીક કૌભાડ ઉજાગર કરનારાં નેતા યુવરાજસિહ જાડેજાને સચિવાલયમાં પ્રવેશ અપાયો ન હતો. મુખ્ય પ્રવેશ દ્વાર પર એવો જવાબ અપાયો હતોકે, તમે બ્લેક લિસ્ટમાં છો. મહત્વની વાત તો એછેકે, ખુદ ધારાસભ્યોએ ભલામણ કરી તેમ છતાં સચિવાલયમાં પ્રવેશ અપાયો નહી.
આ મામલે તપાસ કરતાં એવુ જાણવા મળ્યું કે, સરકાર વિરુઘ્ધ આંદોલન કરનારાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી પણ સરકારના બ્લેકલિસ્ટમાં હતાં પણ ધારાસભ્ય બન્યાં બાદ બ્લેકલિસ્ટમાંથી નામ હટાવી દેવાયુ હતું. પાટીદાર અનામત આંદોલનને લીધે હજુય ઘણાં પાટીદાર નેતા, વિપક્ષના કાર્યકરો, આંદોલનકારી અને સામાજીક આગેવાનોને સચિવાલયમાં પ્રવેશ અપાતો નથી. રાજ્ય સરકારે સરકારી વિરોધીઓની આખી યાદી તૈયાર કરી છે જેમને પ્રવેશ પર રોક લગાવી દેવાઇ છે.
લોકશાહીના મંદિરને સાાનું કલબહાઉસ બનાવી દેવાયુ છે તેવા આક્ષેપ સાથે એવો રોષ ઠાલવવામાં આવ્યોકે, ભાજપના રાજમાં સરકાર સામે અવાજ ઉઠાવવો ગુનો છે. ચાર વર્ષ વિત્યાં હજું સચિવાલયમાં પ્રવેશ અપાતો નથી. કયા કારણોસર પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે તેનું કારણ પણ અપાતુ નથી. જમીનોની ફાઇલો, સરકારી ટેન્ડર પાસ કરાવનારાં દલાલો, મળતિયા કોન્ટ્રાકટરોને વિના રોકટોક સચિવાલયમાં પ્રવેશ અપાય છે. ઉલ્લેખનીય છેકે, થોડા વખત અગાઉ મંત્રી કાંતિ અમૃતિયાને મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિધાનસભાના પ્રાંગણમાં રાજીનામાનો રાજકીય ડ્રામા કર્યો હતો ત્યારે ખુદ પોલીસે ગોપાલ ઇટાલિયા વિરુઘ્ધ ભાજપના મંત્રી અમૃતિયાને ત્રાગુ રચવા છૂટ આપી હતી.





