
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર મોટરના કેબલની ચોરીની ઘટનાઓમાં વધારો : 15 જેટલા ખેડૂતના કેબલ ચોરાયા, ગતરાત્રીએ ફરીથી 8 જેટલા ખેડૂતના કેબલ ચોરાયાની ઘટના સામે આવી હોવાની માહિતી
છેલ્લા કેટલાય સમયથી મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇસરી પોલીસને પડકાર ફેંકતી હોય તેની મોટરના કેબલ ની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોઈ તેવુ લાગી રહ્યુ છે છેલ્લા 15 દિવસની અંદર નવાગામ ખાતે પાણીના મોટરના કેબલ ચોરાયા ની અનેક ઘટના સામે આવી હતી જેમાં એક નહીં પરંતુ બાર ખેડૂતના ખેતરમાંથી પાણીના મોટરનું કેબલ ચોરાયું હતું. જે બાબતે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ખેડૂતો દ્વારા રજૂઆત કરી અરજી પણ આપવામાં આવી હતી પરંતુ હજુ સુઘી મોટર કેબલની ચોરી કરનારા ઝડપાયા નથી તો ગતરાત્રીએ પણ ચાર જેટલા ખેડૂતોનું મોટરનું કેબલ ચોરાયની ઘટના સામે આવી છે જેમા ખેડૂતના જણાવ્યા અનુસાર પહેલા પણ ખેડૂતનું કેબલ ચોરાયું હતુ અને ફરથી એજ જગાએ ત્રણ મોટર કેબલ ચોરાયા છે હાલ ઘઉંની સીઝન ચાલું જેનાં કારણે ખેડૂતોમાં ભય પણ જોવા મળી રહ્યો છે દિવસને દિવસે મોટરના કેબલની ચોરી થયા એની ઘટનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળ્યો છે ત્યારે ઇસરી પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર અનેક સવાલો થઈ રહ્યા છે. હાલતો ખેડૂતોની એક જ માંગ સેવાઇ રહી છે કે મોટરના કેબલની ચોરી કરતી ગેંગ ને પકડવામાં આવે તેવી ખેડુતો ની તીવ્ર માંગ છે




