GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

AI અને ડીપફેકના વધતા જતા દુરુપયોગ અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું

 એઆઈ (AI) અને ડીપફેકના વધતા જતા દુરુપયોગ અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા સહિતના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઓથેન્ટિકેશન એટલે કે અધિકૃતતા વિના કોઈપણ વીડિયો કે વાંધાજનક કન્ટેન્ટ મૂકવા પર રોક લગાવવા માટે હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે જણાવ્યું હતું કે, જો પ્લેટફોર્મ પ્રોવાઈડર્સ નિયમોનું પાલન ન કરે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી અનિવાર્ય છે.

કોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની અરજીમાં ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અરજીમાં જણાવ્યા અનુસાર, ડીપફેક ટેકનોલોજી દ્વારા બંધારણીય હોદ્દેદારોના ખોટા વીડિયો બનાવીને તેમની છબી ખરડવામાં આવી રહી છે. આ મામલે હાઈકોર્ટે ટકોર કરી હતી કે, જો સરકાર પાસે ઓથેન્ટિકેશનની પૂરતી વ્યવસ્થા ન હોય, તો વાયરલ થતા કન્ટેન્ટ અંગેની ફરિયાદો પર તાત્કાલિક ધ્યાન આપીને પ્લેટફોર્મ પ્રોવાઈડર વિરુદ્ધ કડક નિયંત્રણો મૂકવા જોઈએ.

Back to top button
error: Content is protected !!