GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની જગદંબા સોસાયટીમાં સ્થાનિક પોલીસને જાણ નહીં કરી અને મકાન ભાડે આપનાર મકાન માલિક સામે પોલીસે કાર્યવાહી કરી

તારીખ ૨૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એસઓજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળેલ કે ટાઉન વિસ્તારમાં કેટલાક ઈસમો પરપ્રાંતીય ઈસમોને પોતાનું મકાન ભાડે આપી સ્થાનિક પોલીસને જાણ કરતા નથી જેથી તેની તપાસ કરતા જગદંબા સોસાયટીમાં મહંમદ નાઝીર હનીફ અહેમદ શેખ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનો છેલ્લા દસેક દિવસથી જગદંબા સોસાયટીમાં હુસેનભાઇ યુસુફભાઈ નાથાના મકાનમાં માસિક ભાડેથી રહેતો હોવાનું જણાવેલ તેમજ મકાનમાલિકે તેની પાસેથી કોઈપણ પ્રકારનું આઈડી પ્રૂફ લીધું ન હતું તેમ જ સ્થાનિક પોલીસ મથકે તેની નોંધણી પણ કરાવેલ ન હોવાથી જાહેરનામા ભંગની કાર્યવાહી કાલોલ પોલીસ મથકે કરવામાં આવી.





