GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી

હવે નવરાત્રીની મજા બગાડશે વરસાદ,ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે. આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલ સુધી રાજ્યના 18 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના 4 જિલ્લામાં રેડ એલર્ટ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું છે.

હવામાન વિભાગની આગાહીના અનુસાર આજથી મેઘરાજાએ ગુજરાતાં પગરવ માંડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. નવરાત્રીનાં દિવસે જ વરસાદી માહોલ છવાતા ખેલૈયાઓને રંગમાં ભંગ પડ્યો છે. આજે રવિવાર હોવાથી મોટા પ્રમાણમાં ખેલૈયાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યા હતા. જો કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી જતા સમગ્ર ગુજરાતમાં વરસાદના આયોજનો રઝળી પડે તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 18 જિલ્લામાં હજી પણ ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અમદાવાદનાં દરેકે દરેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગરબાનાં તમામ આયોજનો ખોરંભે ચડે તેવી શક્યતા છે. કારણ કે વરસાદનાં કારણે મોટા ભાગના ગ્રાઉન્ડમાં પાણી ભરાઇ ચુક્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદમાં યલો એલર્ટ એટલે કે છુટા છવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદની કોઇ શક્યતા છે.

29 તારીખે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને વડોદરામા વરસાદની શક્યતા નહીવત્ત છે. કચ્છ,બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, જામનગર, દેવભુમિ દ્વારકા, પોરબંદર, આણંદ અને ભરૂચમાં યલો એલર્ટ એટલે કે છુટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીરસોમનાથ, અમરેલીમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે.

30 તારીખે વરસાદનું જોર ઘટશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદામાં કોઇ વરસાદની શક્યતા નથી. કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ સાથે સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. દેવભુમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેજન્ટ એલર્ટ છે.

વરસાદનું ઝોર સાવ ઘટી જશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર,આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં વરસાદની શક્યતા નહીવત્ત છે. કચ્છ, જામનગર, રાજકોટ, દેવભુમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીરસોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે.

Back to top button
error: Content is protected !!