
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ST-SC સમાજનાં આરક્ષણ અંગેનાં વર્ગીકરણનાં ચુકાદાનાં વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા 21મી ઓગષ્ટનાં રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ હતુ.ત્યારે ડાંગ જિલ્લામાં આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.જેમા માત્ર સુબિર ખાતે સજ્જડ બંધ જોવા મળ્યુ હતુ.પરંતુ આહવા અને સાપુતારામાં બંધને નકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. તેમજ વઘઈ ખાતે મિશ્ર બંધ પ્રતિસાદ જોવા મળ્યો હતો.હાલમાં થોડા દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની અનામતમાં પેટા વર્ગીકરણ કરવા મામલે એક ચુકાદો આપ્યો છે.જેને લઈને આદિવાસી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આદિવાસી સમાજ દ્વારા 21 મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યુ હતુ.ત્યારે 21 મી ઓગષ્ટના રોજ ડાંગ જિલ્લાના કેટલાક ગામોમાં ગ્રામજનોએ આ બંધને સમર્થન આપ્યુ હતુ.તો કેટલાક ગામોમાં રાબેતા મુજબ જન જીવન કાર્યરત જોવા મળ્યુ હતુ.સુબીર ખાતે વેપારી મિત્રો એ ભારત બંધમાં સ્વેચ્છીક જોડાઈ સમર્થન આપ્યુ હતુ.આ સાથે બજાર સૂમસામ દેખાયા હતા.અને ભારત બંધનાં સમર્થન સાથે બજાર પણ બંધ જોવા મળ્યુ હતુ. જોકે સાપુતારા અને આહવા ના બજારો રાબેતા મુજબ ચાલુ જોવા મળ્યા હતા. તેમજ વઘઈ ખાતે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો..




