૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી તા.૨૩ જૂનના રોજ કૃષિ ઈજનેરી મહાવિધાલય ખાતે થનાર છે. જેના અનુસંધાને જનરલ ઓબ્ઝર્વર અને ર્જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું બીજુ રેન્ડેમાઈઝેશન યોજાયુ હતુ.જનરલ ઓબ્ઝર્વર ડો. હિરાલાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે મતગણતરી સ્ટાફનું બીજુ રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે થયેલા આ રેન્ડેમાઇઝેશન દ્વારા એક પ્રકારે મતગણતરી માટેના માઈક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર અને કાઉન્ટિંગ આસિસ્ટન્ટ માટે બીજુ રેન્ડેમાઈઝેશન યોજાયુ હતુ. હવે પછી મતગણતરીના દિવસે સવારે પ કલાકે ત્રીજુ અને અંતીમ મતગણતરી સ્ટાફનું રેન્ડેમાઈઝેશન યોજાશે. જેમાં સ્ટાફને ટેબલની ફાળવણી થશે. કાઉન્ટિંગ સ્ટાફના રેન્ડમાઇઝેશન સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી.જે. જાડેજા, ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેટીક ઓફિસર શ્રી ભુવનેશ્વર બુડગયા સહિતના અધિકારી – કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ