GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી

રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે, જે મુજબ 12 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે.

મળતી માહિતી મુજબ, સ્પે. ટેટ-1ની પરીક્ષા 12 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવનામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિ દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!