GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
વાલમ સી.આર.સી.કૉ. ઓર્ડીનેટર નું સન્માન કરાયું.
ગાંધીનગર ખાતે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા દ્વારા શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો. જેમાં વિસનગર તાલુકા ના વાલમ ક્લસ્ટર માં સી. આર. સી તરીકે ની ફરજ બજાવતા ચૌધરી દિપકકુમાર જેસંગભાઈ ને પોતાની શિક્ષક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી અને પ્રામાણિકતા તેમજ બાળપ્રેમી સ્વભાવ બદલ તેમને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી ” વિદ્યોતેજક શિક્ષક ” તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ શિક્ષણ મંત્રી ના હસ્તે સન્માનિત કરવામાં આવેલ છે.