GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચુંટણી માં મહિલા ઉમેદવાર ચેતના ભગોરા ઉભા‌ રહેતા વાતવરણ ગરમાયુ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સરકારી સંવર્ગ ની ચુંટણીમાં મહિલા ઉમેદવારી થી ‌વાતાવરણ ગરમાયું

આગામી 24/9/2024 ના રોજ યોજાનાર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચુંટણીમાં ‌ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ઉમેદવાર ઉભા નહીં રાખતા મોટાભાગે બીનહરીફ ઉમેદવાર ચૂંટાયેલા જાહેર થયા છે હવે માત્ર શાળા સંચાલક અને સરકારી સંવર્ગ માં જ ચુંટણી થવાની છે
ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સરકારી સંવર્ગ માં ઉમેદવારી નોંધાવનાર મજબૂત મહિલા ઉમેદવાર શ્રીમતી ચેતનાબેન બચુભાઈ ભગોરા ને ટેકો જાહેર કરતાં વાતાવરણ ગરમાયું છે સંપૂર્ણ ગુજરાત માં મહિલા ઉમેદવાર તરીકે માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી પ્રથમ વખત કોઈ મહિલા લડી રહ્યા હોય તેવું પહેલીવાર બન્યું છે જેના કારણે વ્યાપકપણે સમર્થન જોવા મળી રહ્યું હોવાથી ચેતનાબેન ભગોરા નો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત નો ટેકો જાહેર થતાં હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ના બંને સરકાર માન્ય સંગઠનો સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંધ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના તમામ નવ સંવર્ગોના પદાધિકારીઓ ચેતના બેન ને જીતાડવા માટે મેદાનમાં ઉતરતા હવે ચૂંટણીના પાછળ ના દિવસો માં દોડધામ જોવા મળે તો નવાઈ નહીં અત્રે યાદ રહે કે સરકારી સંવર્ગ માં ચાર ‌ઉમેદવાર હોવાથી મતદારો વહેંચાઈ જશે ત્યારે એક સશક્ત મહિલા ઉમેદવાર તરીકે શ્રીમતી ચેતનાબેન બચુભાઈ ભગોરા નો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે

ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક મહિલા ઉમેદવાર તરીકે તેઓએ બોર્ડ માં ઉમેદવારી નોંધાવી છે. તેમણે જણાવ્યું કે હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધની વિચારધારા ધરાવનાર સંગઠન ને વફાદાર મહિલા પદાધિકારી છું. મતદારોને ગુજરાત ના સૌથી મોટા શિક્ષક સંગઠન ના પ્રતિનિધિ બોર્ડ માં હોય એ માટે સમજાવવા અને રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતી મહિલા તરીકે મને વિજેતા બનાવવા માટે વિનંતી છે. ગુજરાતના દરેક જિલ્લાના મતદાર સુધી મેં મારો સંદેશ વ્યક્તિગત પહોંચાડવા શ્રેષ્ઠ પ્રયત્નો કરેલ છે પણ આપના સહકાર થી હજુ પણ કોઈ બાકી હોય તો આપના થકી મારો સંદેશ મોકલી આપશો.
મિત્રો.. ગુજરાતના દરેક જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક શિક્ષક તરફથી વ્યક્તિગત રીતે, બહોળા પ્રમાણમાં શુભકામનાઓ અને સહકારના તેમજ ઉમેદવારી કરવા બદલ અભિનંદનના મેસેજ આવી રહ્યા છે‌ તમામ મતદારોનો દિલથી ખૂબ ખૂબ આભાર… વિજેતા થયા બાદ આપના પડતર પ્રશ્નો અંગે ની અપેક્ષાઓ પુરી કરવા માટે સતત મહેનત કરવાની હું ખાત્રી આપુ છુ.

Back to top button
error: Content is protected !!