MORBI:મોરબી (-2)ભારતી વિધાલય શાળામાં ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ ઉજવાયો
MORBI:મોરબી (-2)ભારતી વિધાલય શાળામાં ભારતીય સંસ્કૃતી પ્રણાલિકા મુજબ સંકલ્પ દિવસ ઉજવાયો
મોરબી – ૨ વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં આજ રોજ ઉજવાયો સંકલ્પ દિવસ.આજના આ 2025 ના નવા વર્ષના પ્રથમ દિવસે અન્ય લોકો વિદેશી દેશોનું અનુકરણ કરીને તેમની સંસ્કૃતી મુજબ Happy New Year ઉજવે છે પરંતુ ભારતીય સંસ્કૃતી મુજબ આપણું નવું વર્ષ દિવાળીના બીજા દિવસ બેસતા વર્ષથી થાય છે માટે આપણે આ વિદેશી સંસ્કૃતીને અનુસરવું જોઈએ નહિ તે હેતુ થી અમારી શાળામાં આપણી ભારતીય સંસ્કૃતી મુજબ આજના 2025 ના પ્રથમ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ કે જેમાં વિધાર્થીઓએ દરરોજ પોતાના માતા – પિતા અને ગુરુજીને વંદન કરવાનું તેમજ લાંછનના લાગે તેવું એક પણ કાર્ય નહિ કરું અને પોતાના અભ્યાસને ધ્યાને લઈને અલગ અલગ સંકલ્પ લીધેલ.
શાળા પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતાએ વિદેશી સંસ્કૃતીને ભૂલી જઈ આપણી સંસ્કૃતીનું જતન કરવાનો દ્રઢ નિશ્ચય સાથે સંકલ્પ લેવડાવેલ અને બીજાને પણ આ દિવસે કોઈને કોઈ સંકલ્પ લેવડાવશે.આવો આપ સૌ પણ અમારા આ સંકલ્પ દિવસની ઉજવણીમાં સહભાગી બનો અને આપણી સંસ્કૃતીને વિશ્વભરમાં પ્રચલિત કરીએ.