
મહીસાગર બિગ બ્રેકિંગ
મહિસાગર: કડાણા ડેમના બકેટની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાની ઉતાવળમાં માપદંડ ભુલાઈ ગયા
ગુજરાત રાજ્યમાં ત્રીજા નંબર નો મહીસાગર જીલ્લાનો કડાણા ડેમમા ડેમની સુરક્ષા ને ધ્યાન મા લઈ અવારનવાર કરોડો રૂપિયાની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે વર્ષ 2020 મા ડેમ નીચાણ ભાગમાં આવેલ બકેટ ની કામગીરી માટે કરવામાં આવેલ 17 કરોડનો ખર્ચ માત્ર કલાકોમાં ધોવાયો હતો ત્યારે આ ભ્રસ્ટાચાર ને છુપાવવા ડેમના અસ્તિત્વ ને જોખમમાં મુકી તંત્ર દ્રારા ચાર વર્ષ બાદ આ કામને પુનઃ ભૂતકાલળની જેમ વરસાદ પેહલા યુદ્ધ ના ધોરણે પુર્ણ કરવાની ઉતાવળ મા નિતી નિયમ અને માપદંડ વગરની કામગીરી કરી પુનઃ સરકારના કરોડો રૂપિયાનું ધોવાણ થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે આ સમયે પણ તંત્ર ભૂતકાળની જેમ સબ સલામતનો દાવો કરી ઇજાદારને છાવરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે વર્ષ 2020 પણ આજ સ્થિતિ હતી ચોમાસુ શરુ થતા કામગીરી અધુરી રહી હતી ડેમમાં પાણી આવતા અધુરી કામગીરી મુકી ઇજાદારને માલ સામાન છોડી ભાગવાનો વારો આવ્યો હતો જયારે તંત્ર એ સમયે કામને પુર્ણ બતાવી કરોડો રૂપિયા ઇજાદારને કામની ચકાસણી વગર ચુકવી સરકારના કરોડો રૂપિયાની લાણી કરવામાં આવી હતી ત્યારે હાલ પણ વરસાદની શરૂઆત થઇ ચુકી છે ત્યારે કામગીરી પુર્ણ કરવાની ઉતાવળ મા ઇજાદાર દ્રારા આ કામમાં ગેરરીતિ આચારવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે બકેટના જે ભાગમાં સતત પાણી નુ વહેણ ચાલુ છે તે ભાગમાં સંપૂર્ણ પાણી બહાર કાઢ્યા વગર માત્ર માલ નાખી RCC કરી દેવામા આવી રહ્યું છે હાલ પણ આ ભાગમાં પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ વરસાદ પણ ગમે ત્યારે મજા મૂકે તેમ દેખાય રહ્યું છે
ત્યારે 2020 ની યાદો તાજી થતી જોવા મળી રહી છે.
બોક્સ..
વર્ષ 2020 ના જુલાઈ માસમાં થયેલ કામગીરી બાદ ચોમાસા બાદ આ ભાગમાં પાણી ઓછું થતા આ કામગીરીમાં થયેલ ભ્રસ્ટાચાર ના પોપડા ઓક્ટોબર 2020 મા પેહલીવાર જોવા મળ્યા હતા જે તસ્વીર મા જોઈ શકાય છે.
રાજેશ પટેલીયા
મહિસાગર




