BANASKANTHAGUJARATPALANPUR

શ્રી વી. જે. પટેલ હાઈસ્કૂલ, વડગામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

11 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી વી. જે. પટેલ હાઈસ્કૂલ, વડગામ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર દિવસે ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શાળા પરિવાર ઉત્સાહભેર એકત્ર થયો હતો.
કાર્યક્રમનો પ્રારંભ સવારે પ્રાર્થના અને ભજનથી થયો, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો. ત્યારબાદ, વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમાના મહત્વ અને ગુરુ મહિમા વિશે સુંદર વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે સૌના મનમાં ગુરુ પ્રત્યે આદરની ભાવના જગાડી.
આ પ્રસંગે, શાળામાં નવનિયુક્ત પામેલા ગુરુજન શ્રીમતી ભાવિનીબેન નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ એ પ્રાસંગિક પ્રવચન આપી ગુરુનું જીવનમાં શું મહત્વ છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ, શ્રી યુ. એલ. પટેલ દ્વારા ગુરુ મહિમા વિશે પ્રેરણાદાયક વક્તવ્ય આપવામાં આવ્યું, જેમાં તેમણે ગુરુ-શિષ્ય પરંપરાના ઉદાહરણો દ્વારા ગુરુના યોગદાનને ઉજાગર કર્યું.કાર્યક્રમની શોભામાં વધારો કરતા, શાળાની બહેનો દ્વારા મધુર ભજનો રજૂ કરવામાં આવ્યા, જેણે વાતાવરણને ભક્તિમય બનાવ્યું. આ ઉપરાંત, ગુરુજનોનું કુમકુમ તિલક કરીને પૂજન કરવામાં આવ્યું હતું, જે ગુરુ પ્રત્યેના આદર અને સન્માનનું પ્રતીક હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન (એન્કરિંગ) શ્રી એમ. ડી. ગોળીવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, શ્રી એચ. એન. પટેલ દ્વારા ઉપસ્થિત સૌનો આભારવિધિ કરવામાં આવ્યો. છેલ્લે, વિદ્યાર્થીઓને ચોકલેટ વિતરણ કરી કાર્યક્રમનું સુખદ સમાપન કરવામાં આવ્યું.આ ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ગુરુ-શિષ્ય પરંપરાને વધુ મજબૂત બનાવનારો અને સૌને ગુરુ પ્રત્યેની ભાવનાઓને પુનર્જીવિત કરનારો બની રહ્યો.

Back to top button
error: Content is protected !!