AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ગણેશ ચતુર્થીનાં પાવન પર્વ નિમિત્તે ગણેશ પંડાલ સ્પર્ધા યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની જાહેરાત કરવામાં આવી છે.યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા વઘઈ તાલુકાનાં મામલદાર પી.કે.પટેલ,વઘઇ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવી અને અન્ય સરકારી અધિકારીઓ તેમજ પ્રેસ મિડિયા,ગણેશ મંડળોનાં આયોજકો,આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જે મિટિંગમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ડાંગ જિલ્લામાં યોજાનાર ગણપતિ મહોત્સવ દરમ્યાન વિવિધ ગણેશ પંડાલમાંથી “બેસ્ટ ઓફ” પસંદગી કરવામાં આવશે. આ પ્રક્રિયા અમલીકરણ સમિતિ દ્વારા હાથ ધરાશે.શ્રેષ્ઠ ગણેશ પંડાલ મહોત્સવ-2025ના માપદંડમાં મુખ્યત્વે પંડાલ શણગાર, સામાજીક સંદેશ, ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા, દેશભક્તિની ઝાંખી, સ્વદેશી પ્રેરણા, પંડાલની સ્થળ પસંદગી વગેરે મુદ્દાઓનો ખાસ ધ્યાનમાં લેવામાં આવશે.આ ઉપરાંત જિલ્લાનાં વિજેતા ગણેશ પંડાલોને રોકડ પુરસ્કાર તથા સન્માન આપવામાં આવશે.જેમાં પ્રથમ ક્રમાંકે 5 લાખ, દ્વિતીય ક્રમાંકે 3 લાખ તથા તૃતિય ક્રમાંકે 1.50 લાખ પુરસ્કાર રકમ મળશે..

Back to top button
error: Content is protected !!