GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં દસ દિવસનું આતિથ્ય માન્યા બાદ વરસાદી માહોલમાં ગણેશજીની વિસર્જન યાત્રા યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૯.૨૦૨૫

આતિથ્ય માણવા પધારેલ વિઘ્નહર્તા એવા દુંદાળાદેવ શ્રી ગણેશજી ની આજે વરસાદી માહોલમાં ભાવભરી વિદાય આપવામાં આવી હતી ૩૦૦, ઉપરાંત પોલીસકર્મીઓ ની અભેદ સુરક્ષા કવચ વચ્ચે ગણેશ ભક્તો દ્વવારા ભક્તિસભર વાતાવરણમાં અશ્રુભીની આંખોએ ઢોલ, નગારા, વાજાબેન્ડ તથા ડી.જેની તાલે વિદાય આપવામા આવી હતી. સાથે સાથે આવતા વર્ષે જલ્દી પધારવા વિનંતી કરવામાં આવી હતી શ્રીજી વિસર્જન વહેલી સવાર થી શરુ થયેલ મોડી રાત્રી એ શાંતિ પૂર્ણ માહોલ માં સંપ્પન થતા વહીવટી તંત્ર ને હાશકારો થયો હતો.હાલોલ નગરમાં ઘેર ઘેર તેમજ ફળીયા, સોસાયટી ખાતે નાના મોટા થઇ ૧૦૦૦ ઉપરાંત શ્રીગણેશજી ની પ્રતિમાની ભકતો દ્વારા ગણેશ પંડાલ માં રંગ બેરંગી રોશનીથી સજાવી સ્થાપના કરી ૧૦ દિવસ સુધી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.આજે દસમા દિવસે શ્રીજી ને વિદાય આપતી સમયે ગણેશ ભક્તોની આંખોમાં આંસુ સરી પડ્યા હતા.અને શ્રી ગણેશજી ને આવતા વર્ષે જલદી પધારવા વિનંતી કરવામાં આવી હતી.શ્રીજી ની વિસર્જન યાત્રા નગરના વિવિધ વિસ્તારોમાં થી વહેલી સવારથી જ નીકળી હતી. જોકે આ વર્ષે વરસાદે ગણેશ ભક્તોના રંગ માં ભંગ પડ્યો હતો તેમ છતાં મોટા મંડળો દ્વારા મોટી પ્રતિમાને લઇ હાલોલ નગરનાં બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા ખાતે એકત્રિત થઈ ગયા હતાં. ત્યાં સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર એ શ્રીજીની પૂજા આરતી કરી વિસર્જન યાત્રાને આગળ ધપાવી હતી. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ શ્રીજીની શોભાયાત્રા વધતી જોવા મળી હતી. ત્રણ કિલોમીટર ઉપરાંત લાંબી વિસર્જન યાત્રા ને માણવા માટે નગરના રાજ માર્ગો પર ગણેશ ભકતો મોટી સંખ્યામાં ઉમટી હતી.અને શ્રીજીના દર્શન કરી ધન્ય બન્યા હતા.અને યાત્રામાં જોડાયા હતા.જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા પાવાગઢ રોડ ખાતે વિસર્જન યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિસર્જન યાત્રીઓને ઠંડા પાણી સરબત વિગેરે નું વિતરણ કરવામાં આપવામાં આવ્યું હતું.શ્રીજી વિર્સજન માં કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર દ્વારા નાના કદ ની મૂર્તિ ને સિંધવાવ તળાવ ખાતે તથા મોટા કદના શ્રીજીની પ્રતિમાને હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે વિર્સજન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને તળાવ માટે આઠ બોટ, 57 તરવૈયા ની ટીમ, 2 મોટા હાઈડ્રા એક મોટી ક્રેન એમ્બ્યુલન્સ પાણીની ટેન્કર ફાયર ફાઈટર ની ટીમ તેમજ એમ્બ્યુલન્સ સાથે હાલોલ નગરપાલિકાના 100 ઉપરાંત કર્મચારીઓ ખડે પગે ફરજ નિભાવી હતી.જ્યારે શ્રીજી વિસર્જન યાત્રામાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે વિસર્જન યાત્રિકો પર બાજ નજર રાખવા પોલિસ દ્વવારા સંવેદનશીલ વિસ્તાર સહીત જુદી જુદી જગ્યાએ પોઇન્ટ ઉભા કરી ડી.વાઈ.એસ.પી, પી.આઈ, પી.એસ.આઈ, એએસઆઈ તથા કોન્સ્ટેબલ, એસ.આર.પી.જવાન, હોમગાર્ડ, ટીઆરબી સહીત 300 તેમજ ડ્રોન તેમજ કેમેરાથી સજ્જ વિડિયો ગ્રાફિ કરી ખડે પગે ફરજ બજાવી હતી. વિશર્જન યાત્રા શાંતિ પૂર્ણ માહોલ માં સંપ્પન થતા વહીવટી તંત્ર ને હાશકારો અનુભવ્યો હતો.

Back to top button
error: Content is protected !!