ઘનશેરા ચેકપોસ્ટ પાસે ૫.૪૧.૩૭૨ રૂપિયાના મુદ્દામાલ સાથે લૂંટેરૂ ટોળકી પોલીસના ઝબ્બે, અન્ય વોન્ટેડ,
માસ્ટર માઈન્ડ પ્લેન સાથે આવેલા લૂંટેરૂ ની ટોળકી સાગબારા ઘનશેરા ચેકપોસ્ટ પર પોલીસના સિકંજામાં, આવ્યા,
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા: ડેડીયાપાડા
ઘનશેરા આંતર રાજ્ય ચેકપોસ્ટ ખાતેથી રાજસ્થાન રાજ્યના બાંસવાડા તાલુકાની લૂંટેરૂ ટોળકીનાં પાંચ સભ્યોને આઇ-૨૦ ગાડીમાં 9.M.M પિસ્ટલ, જીવતા કારતુસ તથા એરગન-૦૧ , રામપુરી ચપ્પુ-૦૧ સાથે સાગબારા પોલીસે ઝડપી લીધા,
સાગબારા પોલસ સ્ટેસનમાં ફરજ બજાવતા સી.ડી.પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે ઘનશેરા પોલીસ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાનના બાંસવાડાથી મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ શહેર ખાતે રેકી કરી ક્રિષ્ના ડેરી માલીકના ઘરે તેમજ મહાલક્ષ્મી જ્વેલર્સ શો રૂમ માલેગાંવ ખાતે મોટી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણાંની લૂંટ કરવા માંટે લૂંટેરૂઓ એ યોજના બનાવી, જે લૂંટની યોજનાને અંજામ આપવા માટે હુંડાઇ કંપની આઇ-૨૦ ગાડીમાં ગયેલા લૂંટારૂ ગેંગને પકડદયેલા (૧) વિજયભાઇ ઉર્ફે જયુ રમણલાલ પારગી ઉ.વ.૨૪ રહે.નાઇ આબાદી રોડ ગડી તા. ગડી જી.બાંસબાડા રાજસ્થાન (૨) નરેશ રાજ્યા બામણીયા ઉ.વ.૩૧ રહે.નવાગાંવ, તા.ગડી, જી.બાંસવાડા રાજસ્થાન (૩) રણજીત રાજેંદ્ર પંચાલ ઉ.વ.૨૮ રહે.નીલવાસ, તા.આસપુર, જી.ડુંગરપુર, રાજસ્થાન (૪) સુરજ મોહન નીનામાં ઉ.વ.૨૨ રહે.અજરીયા સરકારી સ્કુલ બોરદાની નજીક તા.તલવાડા જી.બાંસવાડા રાજસ્થાન (૫) બાદલ તોલાચંદ ડામોર ઉ.વ.૨૧ રહે.ભસ્સી મકવાણા તા.જી. બાંસવાડા રાજસ્થાનના પાંચ સભ્યોને 9.M.M પિસ્ટોલ તથા જીવતા કારતુસ તથા એરગન -૦૧ તથા રામપુરી ચપ્પુ-૦૧ સાથે ઝડપી લીધા હતા જ્યારે વોટેડ આરોપીઓ:- (૬) રીનેશ મહેશ પંચાલ રહે પ્રતાપપુર, તા.ગડી, જી.બાંસવાડા રાજસ્થાન (૭) લોકેશ પાટીદાર રહે,કરાડા તા.સાગબાડા જી.બાંસવાડા રાજસ્થાન (૮) રાજેશ કલાલ રહે. ગાંટોલ તા.જી.બાંસવાડા રાજસ્થાન (૯) વિનોદ પાટીદાર રહે.સાગવાડા રાજસ્થાન (૧૦) યોગેશ ભાવુ મારવાડી રહે.માંલેગાંવ મહારાષ્ટ્ર (૧૧) મહેશ પાટીદાર રહે,બાંસવાડા રાજસ્થાન આ તમમામ આરોપીઓ સામે સાગબારા પોલીસ સ્ટેશન એ -પાર્ટ, ગુ.૨.નં-૧૧૮૨૩૦૨૧૨૪૧૪૪૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૬૧(૨),૩૧૦(૪), (૫), (૬), તથા આર્મ એકટ કલમ-૨૫(૧) (બી) (એ) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.